Divyabhaskar.com
Nov 29, 2019, 01:16 PM ISTટ્રાવેલ ડેસ્કઃ અત્યારે જો તમે પુરી સ્થિત જગન્નાથ મંદિરના દર્શન કરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો અને એ વાતથી ચિંતિત હો કે કેવી રીતે વ્યવસ્થા થઈ શકશે તો IRCTC તમારા માટે શાનદાર ટૂર પેકેજ લાવ્યું છે. JAGANNATH DHAM YATRA (EZBD36) નામનું આ ટૂર પેકેજ 6 ડિસેમ્બરના રોજ અગરતલા રેલ્વે સ્ટેશનથી બપોરે 12 વાગ્યે શરૂ થશે. 8 રાત અને 9 દિવસનાં આ ટૂર પેકેજ દરમિયાન તમને કોલકાતા અને ભુવનેશ્વર ફરવાની પણ તક મળશે. આ ટૂર પેકેજ માટે એક મુસાફરે 8,505 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.
આ સ્થળોએથી ટ્રેનમાં ચઢી શકાશે
આ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનમાં મુસાફરો અગરતાલા, બદરપુર, ગુવાહાટી, ન્યૂ બોન્ગઇગાંવ, ન્યૂ કૂચ બિહાર, ન્યૂ જલપાઇગુડી, માલદા ટાઉન સ્ટેશનોએથી ચઢી શકશે.
આ સુવિધાઓ મળશે
- આ ટૂર પેકેજ હેઠળ મુસાફરોને સ્લીપર ક્લાસમાં મુસાફરી કરાવવામાં આવશે.
- આ ટૂર પેકેજ હેઠળ, માર્ગમાં મુસાફરોને આપવામાં આવતું જમવાનું સંપૂર્ણ શાકાહારી હશે.
- રસ્તામાં મુસાફરોને ધર્મશાળાઓ અને હોલમાં બેસાડવામાં આવશે.
- સાઇટ સીન માટે નોન એસી ગાડીઓમાં લઈ જવામાં આવશે.
- તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.