ટૂર પેકેજ / IRCTC ઓછા ખર્ચે લદ્દાખ ફરવા જવાનું ટૂર પેકેજ ઓફર કરી રહી છે, હવાઈ મુસાફરી પણ કરવા મળશે

IRCTC is offering low-cost Ladakh Tour Package, Hawaii will also be able to travel

Divyabhaskar.com

Jul 08, 2019, 12:54 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન યાત્રીઓ માટે લદ્દાખ ટૂર પેકેજની ઓફર લાવી છે. આ પેકેજ હેઠળ તમને 6 રાત અને 7 દિવસ લદ્દાખની વાદીઓમાં ફરવા મળશે. લદ્દાખની આ ટુરનું નામ 'Discover Ladakh Ex. Delhi' છે. આ ટૂરની શરૂઆત દિલ્હીથી થશે. આ ટ્રીપ દરમિયાન તમે ગો-એર ફ્લાઈટમાં હવાઈ મુસાફરી પણ કરી શકશો.


ટૂર પેકેજ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની વાત
જુલાઈ અને ઓગસ્ટમાં આ મુસાફરી કરી શકાશે. જુલાઈ મહિનામાં આ ટુરની શરૂઆત 11, 19 અને 27 તારીખે શરૂ થશે. જ્યારે ઓગસ્ટ મહિનામાં 9 અને 19 તારીખે આ ટૂર શરૂ કરવામાં આવશે. ફ્લાઈટ દિલ્હીથી સવારે 8.30 વાગ્યે ઉપડશે અને 9.55 વાગે લેહ પહોંચાડશે.


કેટલું ભાડું થશે?
તમારે સિંગલ અક્યુપન્સિ માટે 49,200 રૂપિયા ચૂકવવા પડશે. ડબલ અક્યુપન્સિ માટે પ્રતિ વ્યક્તિ દીઠ 39,340 રૂપિયા ચૂકવવા પડશે. તો બીજીબાજુ, ટ્રિપલ અક્યુપન્સિ માટે આ ચાર્જ પ્રતિ વ્યક્તિ દીઠ 38,130 રૂપિયા છે. જો તમારી સાથે બાળક છે, જેની ઉંમર 5થી 11 વર્ષની છે તો બેડની સાથે તમારે 34,800 રૂપિયા આપવાના રહેશે. બેડ વગર તમારે 31,680 રૂપિયા આપવા પડશે.


કેવી રીતે બુકિંગ કરી શકાશે?
તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો. ટૂર પેકેજ સાથે જોડાયેલી વધુ જાણકારી કે તેની ઓનલાઈન બુકિંગની માહિતી IRCTCની વેબસાઈટ પરથી મેળવી શકો છો. તેમજ અન્ય ટૂર પેકેજ અંગે પણ IRCTCની વેબસાઈટ પરથી જાણકારી પ્રાપ્ત કરી શકાશે.

X
IRCTC is offering low-cost Ladakh Tour Package, Hawaii will also be able to travel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી