Divyabhaskar.com
Jul 20, 2019, 03:33 PM ISTટ્રાવેલ ડેસ્કઃ જો તમે કોઈ હિલ સ્ટેશને ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો નૈનીતાલ બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીંના ઊંચા અને સુંદર પહાડો, નદીઓ, મંદિરો અને ચારેબાજુ હરિયાળી છે. નૈનીતાલને નદીઓનું શહેર પણ કહેવાય છે. IRCTC ટૂરિઝમ પોતાના યાત્રીઓ માટે નૈનીતાલ, મુક્તેશ્વર, ભીમતાલ, કાઠગોદામ અને સત્તલ માટે 4 રાત અને 5 દિવસનું ટૂર પેકેજ લઇને આવ્યું છે. આ પેકેજનું નામ - ‘નૈનીતાલ સ્પેશિયલ’ છે. આ ટૂર પેકેજ હેઠળ તમે 19 જુલાઈથી 19 સપ્ટેમ્બર સુધી પોતાની સુવિધા અનુસાર ગમે ત્યારે પ્રવાસ કરી શકશો. આ ટૂરની શરૂઆત દર ગુરુવારે લખનઉથી થાય છે.
આ સુવિધાઓ મળશે
- આ પ્રવાસ ટ્રેનના થર્ડ ટિયર એસી કોચથી શરૂ થશે. લખનઉથી IRCTC દ્વારા આપવામાં આવતાં આ પેકેજ હેઠળ આ ટૂર દર ગુરુવારે કાઠગોદામ માટે શરૂ થશે.
- આ પેકેજમાં તમને નૈનીતાલનાં ચાર પ્રખ્યાત ડેસ્ટિનેશન ફરવાની તક મળશે. નૈનીતાલની હોટલમાં રોકાવાની વ્યવસ્થા હશે. આ ઉપરાંત, આ પેકેજમાં લંચ અને ડિનર પણ સામેલ છે.
- ટ્રેનની એસી કોચની ટિકિટ પેકેજમાં જ ઉપલબ્ધ છે. સ્ટેશન અને ફરવા માટે શેરિંગ આધારિત ટ્રાન્સપોર્ટની સુવિધા મળશે.
પેકેજની કિંમત
જો તમે બે લોકો આ પેકેજ હેઠળ ટૂરનું બુકિંગ કરાવો તો તમારે વ્યક્તિ દીઠ 20,820 રૂપિયા ખર્ચવા પડશે. જો તમે ટ્રિપલ ઓક્યુપન્સી લેશો તો તમારે 16,300 રૂપિયા ચૂકવવા પડશે. ૫થી 11 વર્ષનાં બાળકો માટે અલગથી બેડ લો તો 8,900 રૂપિયા ચૂકવવાના રહેશે.
તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂરનું બુકિંગ કરાવી શકો છો.