તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Travel
 • IRCTC Himachal Tour Package: IRCTC Tour Package For Himachal, IRCTC Tour Package 2019 By Train Chandigarh, Manali, Solang Valley, Kullu, Shimla, Kufri, Chandigarh

સ્નોફોલની મજા માણવી હોય તો IRCTC હિમાચલનું ટૂર પેકેજ લાવ્યું, શિમલા, કુર્ફી અને મનાલી ફરવા મળશે

8 મહિનો પહેલા
 • કૉપી લિંક

 • આ ટૂર સિકંદરાબાદથી શરૂ થશે અને દિવસ અને રાતની યાત્રા બાદ બીજા દિવસે સવારે ટ્રેન નવી દિલ્હી પહોંચશે.
 • નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ફ્રેશ થવા અને આરામ કરવાની વ્યવસ્થા હશે. ત્યારબાદ ટ્રેન અહીંથી શિમલા જવા રવાના થશે. આ દરમિયાન, રસ્તામાં હોટલમાં રાતનો સ્ટે આપવામાં આવશે.
 • બીજા દિવસે તમને કુર્ફી લઈ જવાશે, જે શિમલાથી 20 કિમી પહેલાં આવી જશે. ત્યારબાદ ટૂર બપોરે શિમલા જવા રવાના થશે. રાત્રે શિમલાની હોટલમાં રોકાવાનું રહેશે.
 • પ્રવાસના ચોથા દિવસે શિમલા અને આસપાસના વિસ્તારોમાં ફરવાની તક મળશે અને રાત્રે મનાલીમાં જ સ્ટે રહેશે.
 • બીજા દિવસે સવારે એટલે કે પ્રવાસના પાંચમા દિવસે હિડિમ્બા મંદિર, વન વિહાર વગેરે ફરી લીધા બાદ સાંજનો સમય ખરીદી માટે ફ્રી રાખવામાં આવશે.
 • પ્રવાસનો છઠ્ઠો દિવસ સોલાંગ ફરવા માટે રાખવામાં આવશે, જેમાં પર્વતો અને વાદળોનો કુદરતી નજારો જોવા મળશે.
 • પ્રવાસના સાતમા દિવસે બ્રેકફાસ્ટ કર્યા બાદ હોટલ છોડી દેવાની રહેશે અને પછી ટૂર ચંદીગઢ રવાના થશે. રસ્તામાં જ કુલ્લુ ખાતે વૈષ્ણો દેવી મંદિરના દર્શન કરાવવા લઈ જવાશે. રાત્રે હોટેલમાં રોકાવાનું રહેશે.
 • બીજા દિવસે સવારે નાસ્તા પછી હોટલ રોઝ ગાર્ડન અને રોક ગાર્ડનની મુલાકાત લેવામાં આવશે અને પછી દિલ્હી જવા રવાના થવાનું રહેશે.
 • અહીં રાત્રે હોટલમાં રોકાવાની વ્યવસ્થા રહેશે અને છેલ્લા દિવસે સવારે ટૂર દિલ્હીથી સિકંદરાબાદ માટે રવાના થશે.
 • આ ટૂર પેકેજમાં તમને સ્ટાન્ડર્ડ અને કમ્ફર્ટ એમ બે ઓપ્શન મળશે, જેનું ભાડું અલગ-અલગ રહેશે.
 • સ્ટાન્ડર્ડ - જો તમે એકલા જઇ રહ્યા હો તો તમારે 27,365 રૂપિયા ચૂકવવા પડશે. જો ટૂ શેરિંગ હોય વ્યક્તિ દીઠ ભાડું રૂ. 18,480 અને જો ટ્રિપલ શેરિંગ હોય તો તમારે વ્યક્તિ દીઠ રૂ. 14,760 ચૂકવવા પડશે. જો તમારી સાથે 5થી 11 વર્ષનું બાળક હોય અને તમે તેના માટે અલગ બેડ લો તો તમારે 5,685 ચૂકવવા પડશે અને જો બેડ અલગથી ન લે તો તમારે 3,790 રૂપિયા ચૂકવવા પડશે.
 • કમ્ફર્ટ - જો તમે એકલા જઇ રહ્યા હો તો તમારે 30,465 રૂપિયા ચૂકવવા પડશે. જો બે લોકો હોય તો વ્યક્તિ દીઠ ભાડું 21,580 રૂપિયા અને ત્રણ લોકો હોય તો વ્યક્તિ દીઠ ભાડું રૂ. 17,860 રહેશે. જો તમારી સાથે 5થી 11 વર્ષનું બાળક હોય અને તેના માટે અલગથી બેડ લો તો તમારે 8,785 રૂપિયા અને અલગથી બેડ ન લો તો 6,595 રૂપિયા ચૂકવવાના રહેશે.
 • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુક કરાવી શકો છો.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો