• Home
  • Lifestyle
  • Travel
  • IRCTC has come up with a Hyderabad tour package, there will also be a chance to visit Ramoji Film City

ઓફર / IRCTC હૈદરાબાદનું ટૂર પેકેજ લઇને આવ્યું છે, રામોજી ફિલ્મ સિટી ફરવાની પણ તક મળશે

IRCTC has come up with a Hyderabad tour package, there will also be a chance to visit Ramoji Film City

Divyabhaskar.com

Aug 12, 2019, 10:35 AM IST

યુટિલિટી ડેસ્કઃ હૈદરાબાદ એક સુંદર અને ઐતિહાસિક શહેર હોવાની સાથે ટૂરિસ્ટ ફ્રેન્ડલી પણ છે. જો તમે હૈદરાબાદ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો IRCTC તમારા માટે એક સરસ ટૂર પેકેજ લઇને આવ્યું છે. આ પ્રવાસ ઓક્ટોબરના અંતમાં શરૂ થશે અને નવેમ્બરના પ્રારંભમાં સમાપ્ત થશે. 'હૈદરાબાદ વિથ રામોજી ફિલ્મ સિટી' નામનું ટૂર પેકેજ 5 રાત અને 6 દિવસનું રહેશે. આ પેકેજમાં હૈદરાબાદ ઉપરાંત રામોજી ફિલ્મ સિટી જોવાની તક મળશે.

ભાડું કેટલું હશે?
આ ટૂર પેકેજની કિંમત સિંગલ સિટિંગ માટે 23,390 રૂપિયા હશે. જો તમે ડબલ શેરિંગ કરો તો તેના માટે વ્યક્તિ દીઠ 16,470 રૂપિયા ખર્ચ થશે. તેમજ ટ્રીપલ શેરિંગમાં વ્યક્તિ દીઠ રૂ. 14,650 હશે.

જો તમારી સાથે બાળક હોય અને તેની ઉંમર 5થી 11 વર્ષની હોય તો બેડ સાથે તમારે 13990 રૂપિયા ચુકવવા પડશે. બેડ વગર 12,510 રૂપિયા રહેશે.

ટૂર પેકેજ ક્યારે શરૂ થશે?
ટૂરની શરૂઆત અમદાવાદથી થશે. ટ્રેનમાં કમ્ફર્ટ ક્લાસમાં પ્રવાસ કરાવશે. આ ટૂર 29 ઓક્ટોબર 2019થી શરૂ થશે અને 3 નવેમ્બર 2019ના રોજ સમાપ્ત થશે.

ક્યાં-ક્યાં ફેરવવામાં આવશે?
હૈદરાબાદમાં પ્રવાસ દરમિયાન કુતુબ શાહી મકબરા, ગોલકોન્ડા ફોર્ટ, રામોજી ફિલ્મ સિટી, બિરલા મંદિર, સાલારજંગ મ્યૂઝિયમ સિવાય ચૌમુહલ્લા પેલેસ ફરવા મળશે.

તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.

X
IRCTC has come up with a Hyderabad tour package, there will also be a chance to visit Ramoji Film City
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી