ઓફર / IRCTC શિલોંગ અને ચેરાપુંજીનું ટૂર પેકેજ લઇને આવ્યું છે, 3 દિવસ-4 રાતનું ભાડું 18,460 રૂપિયા

IRCTC comes with Shillong and Cherrapunji tour packages, 3 day-4 night fare Rs 18,460

Divyabhaskar.com

Aug 05, 2019, 12:16 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ટૂર પેકેજ સાથે આવ્યું છે, 'ઇસ્ટર્ન સ્કોટલેન્ડ એક્સ-ગુવાહાટી' નામનાં આ ટૂર પેકેજમાં તમને ચાર દિવસ અને ત્રણ રાત શિલોંગ અને ચેરાપુંજી રહેવાની સુવિધા પ્રદાન કરશે. આ ટૂર પેકેજની સુવિધા 30 નવેમ્બર મળશે. આ ટૂર પેકેજમાં ગુવાહાટી, શિલોંગ, ચેરાપુંજી અને માવેલિનોંગની યાત્રા શામેલ છે. પ્રવાસની શરૂઆત ગુવાહાટીથી થાય છે.

ક્યાં-ક્યાં ફરવાની તક મળશે?
માર્ગમાં મુસાફરોને ઉમિયમ તળાવ જોવાની તક મળશે. આ ઉપરાંત, પેકેજમાં તમે ડોન બોસ્કો મ્યુઝિયમ અને લેડી હૈદરી પાર્ક જોઈ શકશો.

બીજા દિવસે તમને ચેરાપુંજી ફરવા મળશે. ચેરાપુંજી જવાના માર્ગ પર તમે માર્ગમાં પ્રખ્યાત એલિફન્ટ ફોલ્સ અને શિલોંગ પીક જોઈ શકશો.

જ્યારે કે ચેરાપુંજીમાં એલિફન્ટા ફોલ્સ, નોહકલિકાઈ ફોલ્સ, માસાઈ ગુફાઓ, ડુવાન સિંગ સીમ વ્યૂ પોઇન્ટ, ઇકો પાર્ક, સેવન ફોલ્સ અને રામકૃષ્ણ મિશન ધામની મુલાકાત લઈ શકાશે.

ત્રીજા દિવસે ટૂર શિલોંગથી 90 કિલોમીટર દૂર મોફલૉંગ ગામમાં જશે. આ ગામ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે. ત્યારબાદ અંતિમ અને ચોથા દિવસે પરત ફરવાનું રહેશે.

આ પેકેજ હેઠળ તમને ડીલક્સ હોટલમાં ટ્વીન શેરિંગ સાથે નાસ્તો અને ડિનર મળશે. IRCTC જ તમારી મુસાફરીની પણ વ્યવસ્થા કરશે.

પેકેજની કિંમત
જો તમે બે લોકો આ પેકેજ હેઠળ બુકિંગ કરાવો તો વ્યક્તિ દીઠ ખર્ચ 18,460 રૂપિયા ખર્ચવા પડશે. જો તમે ટ્રિપલ ઓક્યૂપન્સી લો તો તમારે 14,170 રૂપિયા ચૂકવવા પડશે. 5-11 વર્ષનાં બાળક માટે 5,590 રૂપિયા ચૂકવવા પડશે.

 

તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.

X
IRCTC comes with Shillong and Cherrapunji tour packages, 3 day-4 night fare Rs 18,460

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી