ટ્રાવેલ ડેસ્કઃ 10 ઓક્ટોબરથી પ્રવાસીઓ ફરી કાશ્મીર જઈ શકશે. રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે 2 મહિનાની જૂની એડવાઇઝરી પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં પ્રવાસીઓને કાશ્મીર છોડવા જણાવાયું હતું. એવામાં જો તમે કાશ્મીર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો IRCTC તમારા માટે કાશ્મીર ટૂર લઇને આવ્યું છે. આ ટૂર પેકેજ દરમિયાન તમને શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ અને સોનમર્ગની સુંદરતા નજીકથી માણવા મળશે. પેરેડાઇઝ ઓન અર્થ નામનું આ ટૂર પેકેજ શ્રીનગર એરપોર્ટથી શરૂ થશે.
આ સુવિધાઓ મળશે
આ ટૂર પેકેજમાં મુસાફરોને થ્રી સ્ટાર હોટેલમાં રોકાવાની સુવિધા આપવામાં આવી રહી છે, જેમાં બ્રેકફાસ્ટ અને ડિનર પણ સામેલ છે. હોટલથી સાઈટ સિઈંગ માટે જતી વખતે એર કન્ડીશનર વ્હીકલની સુવિધા છે. ટૂર પેકેજમાં ડ્રાઇવર કમ ગાઇડ સર્વિસ સામેલ છે. મુસાફરોને ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પણ આપવામાં આવશે.
ભાડું કેટલું રહેશે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.