• Home
  • Lifestyle
  • Travel
  • IRCTC comes with a Jammu and Kashmir tour package, Rs. 20,790 chearges per person for 5 nights 6 days

ટૂર / IRCTC જમ્મૂ-કાશ્મીર ફરવાનું ટૂર પેકેજ લઇને આવ્યું છે, 5 રાત 6 દિવસનું વ્યક્તિ દીઠ ભાડું 20,790 રૂપિયા

IRCTC comes with a Jammu and Kashmir tour package, Rs. 20,790 chearges per person for 5 nights 6 days

Divyabhaskar.com

Oct 09, 2019, 12:31 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ 10 ઓક્ટોબરથી પ્રવાસીઓ ફરી કાશ્મીર જઈ શકશે. રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે 2 મહિનાની જૂની એડવાઇઝરી પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં પ્રવાસીઓને કાશ્મીર છોડવા જણાવાયું હતું. એવામાં જો તમે કાશ્મીર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો IRCTC તમારા માટે કાશ્મીર ટૂર લઇને આવ્યું છે. આ ટૂર પેકેજ દરમિયાન તમને શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ અને સોનમર્ગની સુંદરતા નજીકથી માણવા મળશે. પેરેડાઇઝ ઓન અર્થ નામનું આ ટૂર પેકેજ શ્રીનગર એરપોર્ટથી શરૂ થશે.

આ સુવિધાઓ મળશે
આ ટૂર પેકેજમાં મુસાફરોને થ્રી સ્ટાર હોટેલમાં રોકાવાની સુવિધા આપવામાં આવી રહી છે, જેમાં બ્રેકફાસ્ટ અને ડિનર પણ સામેલ છે. હોટલથી સાઈટ સિઈંગ માટે જતી વખતે એર કન્ડીશનર વ્હીકલની સુવિધા છે. ટૂર પેકેજમાં ડ્રાઇવર કમ ગાઇડ સર્વિસ સામેલ છે. મુસાફરોને ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પણ આપવામાં આવશે.

ભાડું કેટલું રહેશે?

  • IRCTCના આ પેકેજ માટે એક વ્યક્તિ પાસેથી 20,790 રૂપિયા લેવામાં આવશે. જો બે લોકો હોય તો દરેક વ્યક્તિ પાસેથી 12,630 રૂપિયા લેવામાં આવશે. તેમજ જો ત્રણ મુસાફરો સાથે મુસાફરી કરી રહ્યા હોય તો વ્યક્તિ દીઠ રૂ.971૦ લેવામાં આવશે.
  • જો મુસાફરો સાથે કોઈ બાળક હોય અને તેની ઉંમર 05થી 11 વર્ષની હોય અને તેના માટે અલગ બેડ લેવો પડે તો 4,470 રૂપિયા ફી ભરવાની રહેશે. જો બેડની જરૂર ન હોય તો 3,110 રૂપિયા ફી લેવામાં આવશે.
  • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.
X
IRCTC comes with a Jammu and Kashmir tour package, Rs. 20,790 chearges per person for 5 nights 6 days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી