ટૂર / ભૂટાન ફરવા માટે IRCTC ટૂર પેકેજ લાવ્યું, કપલ માટે ભાડું 47,400 રૂપિયા

IRCTC brings tour package of Bhutan, fares Rs 47,400 for couples

Divyabhaskar.com

Jan 07, 2020, 03:31 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ હિમાલયના ખોળામાં વસેલો ભૂટાન દેશ એ ભારત અને ચીન વચ્ચે આવેલો છે. ભૂટાનની સુંદરતાના દૃશ્યો ખરેખર જોવાલાક છે. જો તમે ભૂટાન ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન) તમારા માટે એક ટૂર પેકેજ લઇને આવ્યું છે. જો તમે શહેરના વ્યસ્ત જીવનથી દૂર શાંતિથી શ્વાસ લેવા માગતા હો તો ભૂટાન તમારા માટે બેસ્ટ જગ્યા હોઈ શકે છે.

25 માર્ચથી ટૂર શરૂ થશે
IRCTCના આ ટૂર પેકેજનું નામ 'Adbhut Bhutan Ex Delhi’ છે. પાંચ રાત અને છ દિવસના આ ટૂર પેકેજ દરમિયાન પ્રવાસીઓને પારો, થિમ્પુ અને પુનાખા જેવી જગ્યાઓ ફરવાનો ચાન્સ મળશે. આ ટૂર 25 માર્ચ 2020ના રોજ દિલ્હીથી શરૂ થશે. IRCTC ટૂરિઝમની ઓફિશિયલ વેબસાઇટ irctctourism.com પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ ટૂર દરમિયાન પ્રવાસીઓ ફ્લાઇટમાં ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરશે.

ભાડું કેટલું રહેશે?
જો તમે તમારા પાર્ટનર સાથે આ ટૂરમાં જવા માગતા હો તો તમારે 47,400 રૂપિયા ખર્ચ કરવા પડશે. જ્યારે સિંગલ ઓક્યૂપન્સી માટે તમારે 52,600 રૂપિયા અને ટ્રિપલ શેરિંગ માટે 42,350 રૂપિયા ચૂકવવા પડશે. આ પેકેજ હેઠળ પ્રવાસીઓને પાંચ રાતનો સ્ટે એટલે કે હોટલનો બુકિંગ ચાર્જ, બ્રેકફાસ્ટ અને ડિનર સામેલ હશે.

X
IRCTC brings tour package of Bhutan, fares Rs 47,400 for couples

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી