કેમલ ફેસ્ટિવલ / બીકાનેરમાં 11-12 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલ યોજાશે, દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે

International Camel Festival to be held on January 11-12 in Bikaner

  • રાજસ્થાન ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ આર્ટ એન્ડ કલ્ચર દ્વારા બીકાનેરમાં કેમલ ફેસ્ટિવલનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે
  • ઈન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલની શરૂઆત 11 જાન્યુઆરીથી શોભાયાત્રીથી થશે
  • ફેસ્ટિવલ દરમિયાન અહીં સપ્રદ સ્પર્ધાઓ યોજવામાં આવે છે

Divyabhaskar.com

Jan 07, 2020, 02:54 PM IST

ટ્રાવેલ ડેસ્ક. જો તમે રાજસ્થાન જવાનું વિચારી રહ્યા હો તો અહીં યોજાનાર કેમલ ફેસ્ટિવલ જોવાનું ન ચૂકતા. રાજસ્થાન ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ આર્ટ એન્ડ કલ્ચર દ્વારા બીકાનેરમાં કેમલ ફેસ્ટિવલનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે લોકો દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવે છે. દર વર્ષે આ ફેસ્ટિવલ 11-12 જાન્યુઆરીએ યોજવામાં આવે છે. આ ફેસ્ટિવલનું ગૌરવ ઉંટ છે તો રાજસ્થાનની સંસ્કૃતિ આ ફેસ્ટિવલની શાન છે.

ઈન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલની શરૂઆત 11 જાન્યુઆરીથી શોભાયાત્રીથી થશે. આ શોભાયાત્રામાં શણગારેલા ઊંટને પ્રદર્શિત કરવામાં આવશે. તો બીજી તરફ ફેસ્ટિવલમાં ભાગ લેનાર કલાકરો પરંપરાગત પોશાકમાં ઊંટ, ઘોડા પર સવારી કરશે.

કેમ ખાસ છે ઈન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલ
એવું માનવામાં આવે છે કે, શહેરની શોધ કરનાર રાવ બિકાએ સૌથી પહેલાં અહીં ઊંટોની જાતિઓ ઉછેરવાનું શરૂ કર્યું હતું. આ એ જગ્યા છે જ્યાથી સેના માટે ઊંટોને તૈયાર કરવામાં આવે છે. સેના માટે તૈયાર કરવામાં આવતા ઊંટોને સામાન્ય ભાષામાં 'ગંગા રિસ્લા' કહેવામાં આવે છે. અહીંથી કેમલ ફેસ્ટિવલની શરૂઆત થઈ.


ખાસ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન
ફેસ્ટિવલ દરમિયાન અહીં રસપ્રદ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. ઊંટ અને ઊંટના માલિકોની સાથે પર્યટકો માટે પણ ઘણી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. પર્યટકો માટે રસ્સાખેંચ, કબડ્ડી, રેસલિંગ, મટકા દોડ અને પાઘડી બાંધવા જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું

ફ્લાઈટથી
બીકાનેર નજીક જોધપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. અહીંથી બીકાનેર 235 કિમી દૂર છે.

રેલવે
બીકાનેર જવા માટે બે સ્ટેશન છે બીકાનેર જંકશન અને લાલગઢ રેલવે સ્ટેશન. અહીંથી કેમલ ફેસ્ટિવલમાં પહોંચવા માટે અંદાજે 6 કિમી જેટલું અંતર કાપવું પડે છે.

X
International Camel Festival to be held on January 11-12 in Bikaner

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી