સુવિધા / વંદે ભારત ટ્રેનમાં કૉન્ટિનેન્ટલ ખાવાની જગ્યાએ દેશી ખાવાનું મળશે

Instead of continental eating at Vande Bharat Train, you will find country food

  • દિલ્હીથી વૈષ્ણોદેવી કટરા જતી વંદેભારતમાં નોનવેજ ખાવાનું પીરસવામાં નહીં આવે
  • આઈઆરસીટીસીએ ખાવાને લઈને સર્વે કર્યો હતો, હવેથી મેન્યૂ બદલાઈ ગયું

Divyabhaskar.com

Sep 08, 2019, 12:39 PM IST

ટ્રાવેલ ડેસ્ક. દેશની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત આવતા સપ્તાહથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરો માટે કૉન્ટિનેન્ટલ ખાવાની જગ્યાએ દેશી ખાવાનું આપવામાં આવશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) મુસાફરોના સૂચન બાદ ટ્રેનમાં ખાવામાં પૌંવા, બ્રેડ પકોડા, વડા, ચટણી વગેરે પીરસવામાં આવશે. તો બીજી તરફ દિલ્હીથી વૈષ્ણો દેવી કટરા જતી વંદેભારતમાં નોન-વેજ ખાવાનું પીરસવામાં નહીં આવે.

દિલ્હીથી વારાણસીની વચ્ચે જતી દેશની પહેલી વંદેભારત ટ્રેનમાં ફાઈવ સ્ટાર હોટેલમાંથી ખાવાનું સપ્લાય કરવામાં આવે છે.

રાજધાની ટ્રેનની સરખામણીએ 150 રૂપિયા મોંઘું ખાવાનું

આ કારણે રાજધાની ટ્રેનની સરખામણીએ વંદેભારતનું ખાવાનું 150 રૂપિયા સુધી મોંઘું છે. ખાવામાં કૉન્ટિનેન્ટલ ફૂડ પણ સામેલ છે. આ ટ્રેન ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી.

આ વસ્તુઓ બદલાઈ ગઈ

પહેલાં બ્રુશેટા, ક્રોઈસંટ, ડોનટ, મફિન, વેજિટેબલ ક્વીચ, ચોકલેટ બાર, કુકીજ આપવામાં આવતા હતા. હવેથી, કટલેસ, પૌંવા, ઉત્તપમ, મેંદૂવડા, બ્રેડ પકોડા, આમલેટ, કોકોનેટ ચટણી મળશે.

આઈઆરસીટીસીએ બનાવ્યું મેન્યૂ

કોમ્બો 1- વેજ કટલેસ, પૌંવા, દહીં, બ્રાઉન બ્રેડ, બટર, સોસ, જ્યૂસ
કોમ્બો 2- ઉત્તપમ, વર્મિસિલિ, કોકોનટ ચટણી, દહીં, બ્રાઉન બ્રેડ, બટર, સોસ, જ્યૂસ
કોમ્બો 3 - મેંદૂવડા, સોજી ઉપમા, ચટણી, દહીં, બ્રાઉન બ્રેડ, બટર, સોસ, જ્યૂસ
નોનવેજ- મસાલા આમલેટ, કટલેસ, તળેલા શાકભાજી, દહીં, બ્રાઉન બ્રેડ, બટર, સોસ, જ્યૂસ

X
Instead of continental eating at Vande Bharat Train, you will find country food
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી