Divyabhaskar.com
Aug 01, 2019, 02:38 PM ISTટ્રાવેલ ડેસ્ક. ઈન્ડિગો એરલાઈન્સ પોતાની 13મી વર્ષગાંઠ પર ગ્રાહકોને શાનદાર ઓફર આપી રહી છે. આ ઓફર હેઠળ ઈન્ડિગો પોતાના ગ્રાહકોને ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાન પર ડિસ્કાઉન્ટની ઓફર આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ હેઠળ ઈન્ડિગો 999 રૂપિયામાં હવાઈ મુસાફરી કરવાની તક આપી રહી છે. તો બીજી બાજુ સિલેક્ટેડ આંતરરાષ્ટ્રીય રૂટ માટે માત્ર 3,499 રૂપિયા આપવાના રહેશે.
શું છે ઓફર
- ઈન્ડિગોએ 999 અને 3,499 રૂપિયાની ઓફર માટે બુકિંગ શરૂ કરી દીધું છે, જે 4 ઓગસ્ટ 2019 સુધી કરી શકાશે. ઈન્ડિગોએ આ ઓફર અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આ ઓફર હેઠળ જે ટિકિટ લેવામાં આવશે તે 15 ઓગસ્ટ 2019થી 28 માર્ચ 2020ની વચ્ચે યાત્રા માટે વેલિડ હશે.
- જો કે, એરલાઈને હજુ સુધી એ નથી જણાવ્યું કે, આ એનિવર્સરી સેલ ઓફર કેટલી સીટો માટે છે. ઈન્ડિગોએ જણાવ્યું કે આ ઓફર ફ્લાઈટ ઊપડવાની જે તારીખ હશે તેના 15 દિવસ પહેલાં અને ઓફર સેલ દરમિયાન બુકિંગ કરવા પર માન્ય રહેશે.
- એરલાઈને જણાવ્યું કે, ઓફરનો લાભ લેવા માટે યાત્રાની તારીખ 28 માર્ચ 2020થી આગળની ન હોવી જોઈએ. ઈન્ડિગો એનિવર્સરી સેલ ઓફર દરમિયાન ટિકિટ બુકિંગ કોઈ પણ માધ્યમથી કરી શકાશે.
- ઈન્ડિગોએ વધુમાં જણાવ્યું છે કે, આ ઓફર ઘરેલુ ઉડાનના બુકિંગ દરમિયાન બેંક ઓફ વડોદરાના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ યૂઝ કરવા પર કેશબેક ઓફર પણ ઉપલબ્ધ છે. સાથે આંતરરાષ્ટ્રીય ઉડાનના બુકિંગ દરમિયાન યસ બેંકનાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર કેશબેક ઓફર ઉપલબ્ધ છે.