ઈન્ડિગો ઓફર / ઈન્ડિગો માત્ર 999 રૂપિયામાં ડોમેસ્ટિક હવાઈ મુસાફરી કરવાની તક આપી રહી છે

Indigo is offering domestic air travel for only 999 rupees

  •  આ સેલ અંતર્ગત તમે 4 ફેબ્રુઆરીથી 15 એપ્રિલ સુધીની મુસાફરી માટે સસ્તા દરે ટિકિટ ખરીદી શકો છો
  • આ ઓફર 20 જાન્યુઆરી 2020થી 22 જાન્યુઆરી 2020 રાતે 12 વાગ્યા સુધી ચાલશે
  •  દિલ્હીથી અમદાવાદની ટિકિટનું ભાડું 2002 રૂપિયામાં છે

Divyabhaskar.com

Jan 22, 2020, 02:07 PM IST

ટ્રાવેલ ડેસ્ક. નવા વર્ષમાં એરલાઈન કંપનીઓને હવાઇ મુસાફરોને આકર્ષવાની તક મળી છે. એર એશિયા દ્વારા ઓફર કરવામાં આવતી સસ્તી ઓફર પછી, ઈન્ડિગોએ હવે ઓફર શરૂ કરી છે. ઈન્ડિગોની ઓફરનો લાભ ઉઠાવવા માટે બુધવારે છેલ્લો દિવસ છે. ઘરેલુ યાત્રા માટે એરલાઈન 999 રૂપિયામાં ટિકિટ આપી રહી છે. આ સેલની શરૂઆત ઈન્ડિગોએ 20 જાન્યુઆરીએ કરી હતી. આ ઓફર અંતર્ગત તમે 4 ફેબ્રુઆરીથી 15 એપ્રિલ સુધીની મુસાફરી માટે સસ્તા દરે ટિકિટ ખરીદી શકો છો. ઈન્ડિગોએ પોતાની વેબસાઈટ https://www.goindigo.in/ પર આ ઓફરની જાણકારી આપી હતી. ઈન્ડિગો સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન છે.

4 ફેબ્રુઆરી 15 એપ્રિલ સુધીની સસ્તી ટિકિટ
ઈન્ડિગો એ પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે, ''InterGlobe Aviation Limited (“IndiGo") ની આ ઓફર 20 જાન્યુઆરી 2020થી 22 જાન્યુઆરી 2020 રાતે 12 વાગ્યા સુધી ચાલું રહેશે. આ ઓફર ચાર ફેબ્રુઆરી 2020થી 15 એપ્રિલ 2020 સુધી મુસાફરી માટેની છે.

માત્ર 1,202 રૂપિયામાં દિલ્હીથી ચંડીગઢની ટિકિટ
આ ઓફર અંતર્ગત માત્ર 1,2020 રૂપિયામાં દિલ્હીથી ચંડીગઢ, 3,105 રૂપિયામાં દિલ્હીથી ગુવાહાટી, 3,303 રૂપિયામાં દિલ્હીથી બેંગ્લુરુ, 1,502 રૂપિયામાં દિલ્હીથી ઈન્દોર, 1,502 રૂપિયામાં દિલ્હીથી લખનઉ, 2,005 રૂપિયામાં દિલ્હીથી વારાણસી, 2002 રૂપિયામાં દિલ્હીથી અમદાવાદ, 1,937 રૂપિયામાં દિલ્હીથી જોધપુર, 1,942 રૂપિયામાં દિલ્હીથી રાંચી, 2,050 રૂપિયામાં દિલ્હીથી હૈદરાબાદ, 2,404 રૂપિયામાં દિલ્હીથી રાયપુર, 2,353 રૂપિયામાં દિલ્હીથી ઉદયપુર, 2,603 રૂપિયામાં દિલ્હીથી કોલકત્તા, 2,806 રૂપિયામાં દિલ્હીથી પુણે, 3002 રૂપિયામાં દિલ્હીથી ભુવનેશ્વર અને 3,502 રૂપિયામાં દિલ્હીથી ગોવાની ઈન્ડિગોની ટિકિટ બુક કરાવી શકો છો.


આ ઓફર ટોટલ કેટલી સીટ માટે ઉપલબ્ધ છે તે એરલાઈન દ્વારા જણાવવામાં નથી આવ્યું. કંપનીએ તેની વેબસાઈટ પર જાણકારી આપતા જણાવ્યા પ્રમાણે, આ સેલની મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. એટલે કે તમે આ ઓફરનો ફાયદો ઉઠાવવા માગો છો તો તમારે ફટાફટ ટિકિટ બુક કરાવી પડશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ ઓફરની સાથે કોઈ અન્ય ઓફર, સ્કીમ અથવા પ્રમોશનલનો લાભ નહીં મળે.

X
Indigo is offering domestic air travel for only 999 rupees
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી