ન્યૂ ફ્લાઈટ / દિલ્હી-જોધપુર-અમદાવાદની વચ્ચે ઈન્ડિગોની ફ્લાઈટ ઉડાન ભરશે

IndiGo flights will fly between Delhi-Jodhpur-Ahmedabad

  • જેટ એવરેજ બંધ થયા બાદ એર કનેક્ટિવિટી વધશે, 16 સપ્ટેમ્બરથી મુંબઈ રુટ પર પણ ફ્લાઈડ લેન્ડ કરશે
  • છેલ્લા બે મહિનાથી એર ઈન્ડિયાની બે ફ્લાઈટનું જોધપુરથી સંચાલન થઈ રહ્યું છે

Divyabhaskar.com

Sep 05, 2019, 07:00 PM IST
ટ્રાવેલ ડેસ્ક. ઈન્ડિગો એરલાઈન્સે ગુરુવારે (પાંચ સપ્ટેમ્બર) જોધપુર સેક્ટરમાં એન્ટ્રી કરી છે. પહેલી વખત જોધપુર સેક્ટરથી દિલ્હી અને અમદાવાદ વચ્ચે ફ્લાઈટ શરૂ થશે. છેલ્લા બે મહિનાથી એર ઈન્ડિયાની માત્ર બે ફ્લાઈટનું જોધપુરથી સંચાલન થઈ રહ્યું છે. હવે ઈન્ડિગો શરૂ થયા બાદ જોધપુરથી ફ્લાઈટની મુસાફરી કરનારા લોકોને સસ્તી ફ્લાઈટની સાથે અમદાવાદની ક્નેક્ટિવિટી શરૂ થવાથી દક્ષિણના શહેરોમાં જવાનું સરળ થઈ જશે. ત્યારબાદ 16 સપ્ટેમ્બરથી મુંબઈ સેક્ટર પર ફ્લાઈટનું સંચાલન શરૂ થશે.

અત્યારે જોધપુર સેક્ટરમાં એર ઈન્ડિયાની મનમાનીને કારણે છેલ્લા દોઢ મહિનાથી 'નો ફ્લાઈટ ડે'ની સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, એર ઈન્ડિયા દિલ્હી અને મુંબઈ રૂટની બંને ફ્લાઈટ્સ હજ માટે ઉડાવવામાં આવી રહી છે. આવામાં દર અઠવાડિયે મંગળવાર અને શનિવારે એક પણ ફ્લાઈટ જોધપુર આવતી નથી. હવે ગુરુવારથી ઈન્ડિગો ફ્લાઈટ શરૂ થયા બાદ 'નો ફ્લાઈટ ડે' નહીં રહે. હવે દરરોજ જોધપુરથી દિલ્હી અને અમદાવાદ રૂટ પર ફ્લાઈટ ઉડશે.
X
IndiGo flights will fly between Delhi-Jodhpur-Ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી