વેલેન્ટાઇન ડે પર ઇન્ડિગો અને એર એશિયાની સ્પેશિયલ ઓફર, ફક્ત ₹999માં એર ટિકિટ બુક કરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટ્રાવેલ ડેસ્કઃ એરલાઇન કંપની ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ વેલેન્ટાઇન ડે પર ખાસ ઓફર કાઢી છે. ઈન્ડિગોના વેલેન્ટાઇન ડે સેલ હેઠળ લોકલ રૂટ પર 999 રૂપિયા (તમામ કર અને ફી સહિત)માં મુસાફરી કરવાની તક મળશે. આ સેલમાં ઈન્ડિગોની વેબસાઇટ પરથી 1 માર્ચથી 30 સપ્ટેમ્બર સુધીની મુસાફરી માટે 14 ફેબ્રુઆરી સુધી ટિકિટ બુક કરાવી શકાશે. તેમજ, મુસાફરો એર એશિયાની ઓફર હેઠળ 14 ફેબ્રુઆરી સુધી 1,014 રૂપિયામાં ટિકિટ બુક કરાવી શકશે. આમાં લોકલ ફ્લાઇટ્સ માટે 30 સપ્ટેમ્બર સુધીની ટિકિટનું બુકિંગ ઓનલાઇન પણ કરાવી શકાશે.

મુસાફરીના 14 દિવસ પહેલાં ટિકિટ બુક કરાવવી પડશે
એર ઇન્ડિયાની આ આ વિશેષ ઓફર અંતર્ગત મુસાફરીની તારીખના ઓછામાં ઓછા 14 દિવસ પહેલાં બુકિંગ કરાવવું પડશે. આ ઓફર હેઠળ 14,000 સીટ્સ રાખવામાં આવી છે. આ ઓફર હેઠળ બુક કરાવેલ ટિકિટ્સ નોન-રિફંડેબલ છે.
 

ઇન્ડિગોએ હિન્દીમાં ઓફિશિયલ વેબસાઇટ લોન્ચ કરી
એરલાઇન કંપની ઇન્ડિગોએ તેના ભારતીય મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને હિન્દીમાં તેની ઓફિશિયલ સાઇટ લોન્ચ કરી છે. આનાથી એવા લોકોને ટિકિટ બુક કરવામાં સરળતા રહેશે જેઓ અંગ્રેજી ભાષા સમજવામાં અસક્ષમ હતા. કંપનીના જણાવ્યા અનુસાર, દેશમાં માર્ચ 2019માં 63.70 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ હતા. ઇન્ટરનેટ પર હિન્દીમાં કન્ટેન્ટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા વર્ષ 2018-19માં 94%ના દરે વધી છે. આને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક ભાષાના ગ્રાહકોને આકર્ષવા માટે હિન્દીમાં એક વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.