‘ડ્રીમ વેડિંગ’ માટે ભારતમાં સુંદર સ્થળોની કોઈ જ કમી નથી. જો કે, આ ભારતીય લગ્નોને ‘ગ્રેટ ઇન્ડિયન વેડિંગ’ તરીકે ઓળખવામાં આવે છે, તમારા મહેમાનો માટે યોગ્ય રહેવાની સગવડ સાથે લગ્ન માટે એક સુંદર સ્થળની પસંદગી કરવી જરૂરી છે. અદ્દભૂત કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક આકર્ષણનાં કારણે ઉદયપુર પહેલુ એવું સ્થાન છે, જ્યા લોકો ‘ડેસ્ટિનેશન વેડિંગ’ વિશે વિચારે છે પરંતુ, તે ભારતનું એકમાત્ર એવું શહેર નથી જ્યાં ‘ડેસ્ટિનેશન વેડિંગ’ થાય. આ સિવાય ભારતમાં ઘણા આકર્ષક સ્થળો છે કે, જે તમારા ડ્રીમ ડેસ્ટિનેશન વેડિંગને અનુરુપ છે.
મોહાલી- રોમાન્સ અને સુંદરતાનું પરફેક્ટ કોમ્બિનેશન
મોહાલી, એશિયાનાં સૌથી વ્યાપક ગુલાબનાં બગીચાનું ઘર છે, જે આનંદકારક અને રોમેન્ટિક લગ્ન ઇચ્છતાં યુગલો માટે આદર્શ સ્થળ બની શકે છે. આ શહેર એવી હોટલોથી ભરેલું છે કે, જે કોઈપણ બજેટમાં ફિટ થવા માટે લગ્નનાં પેકેજ પૂરા પાડે છે, મહેમાનો માટે સૌથી ઉત્કૃષ્ટ સુવિધા પૂરી પાડે છે અને સાથે-સાથે રહેવાની મર્યાદાઓને પણ ઘટાડે છે. આ શહેર સમગ્ર પ્રાંતમાંથી સહેલાઇથી મળી રહે તેવું છે. આ સિવાય તેમાં જીવંત અને ગતિશીલ વાતાવરણ છે, જે તમને અને તમારા પ્રિયજનોને મોહિત રાખશે.
અમદાવાદ- પ્રખ્યાત ગુજરાતી થાળી અને સમૃદ્ધ ઇતિહાસની ભૂમિ
સાબરમતી નદીને કિનારે વસેલું અમદાવાદમાં અસંખ્ય હોટેલ્સ અને વૈભવી મિલકતો આવેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી 50 મિનિટના અંતરે અસંખ્ય હોટેલ્સ હોવાથી તમારા મહેમાનો માટે લોકેશન અને રહેવાની સગવડ શોધવી એ એકદમ સરળ છે. અહીંની મોટાભાગની હોટલો અદભૂત દૃશ્યો અને મનોરંજક વાનગીઓ સાથે ખૂબસૂરત ઇન્ડોર અને આઉટડોર સ્થળનાં વિકલ્પો આપે છે. આ ઉપરાંત, શહેરના અસંખ્ય ઐતિહાસિક સ્થળો, રેસ્ટોરાં, શોપિંગ મોલ્સ અને હેરિટેજ સાઇટ્સ તમારા મહેમાનોનું મનોરંજન પણ કરશે.
ચંદીગઢ- બગીચાઓનું શહેર
ચંદીગઢ, જેને ‘ધ સિટી બ્યુટીફુલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આર્કિટેક્ચરલ અજાયબીઓ અને આકર્ષક બગીચાઓનું ઘર છે, જે તેને ‘ડેસ્ટિનેશન વેડિંગ’ માટેનાં મનપસંદ સ્થળોમાંનું એક બનાવે છે. ચંદીગઢનાં ઘણા સુંદર શહેરોમાંથી ઝીરકપુર તેના શાંત હવામાનને કારણે કોઈપણનું હૃદય જીતી લે છે, આ જગ્યા રોમેન્ટિક લગ્ન માટે એક પરફેક્ટ પ્લેસ સાબિત થશે. આ શાંત શહેરની મધ્યમાં સમૃદ્ધ સ્થાપત્ય, વિશાળ જગ્યા અને લેઝર સુવિધાઓ દર્શાવતી ઉત્તમ હોટલો છે.
કોચી- એક એવું શહેર જ્યાં તમે કોઈપણ અજાયબીની નજીક રહી શકો
‘અરબી સમુદ્રની રાણી’ તરીકે ઓળખાતું કોચી આકર્ષક ડેસ્ટિનેશન વેડિંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે. દરિયાકિનારાથી માંડીને કુમ્બલમના મંત્રમુગ્ધ કરી દે તેવા સરોવરો સુધી શહેરમાં ઘણી હોટલો છે, જે અત્યાધુનિક અને વિશ્વ-કક્ષાની ભોજન સમારંભ સેવાઓ પૂરી પાડે છે. ખૂબસૂરત દૃશ્યો ઉપરાંત, આ શહેર અથિરાપલ્લી વોટરફોલ્સ, ડચ પેલેસ અને અન્ય ઘણા દુર્લભ અજાયબીઓની નજીક આવેલું છે, જે તેને આદર્શ લગ્ન સ્થળ અને હનીમૂન માટે પણ અદ્ભુત સ્થળ બનાવે છે.
ઉદયપુર- મહેલો, સરોવરો અને મંદિરોનો વાસ
પરંપરાગત સંસ્કૃતિ, જીવંત મહાનગર અને ‘વેનિસ ઓફ ધ ઇસ્ટ’ માં પ્રાચીન સીમાચિહ્નો એક અસાધારણ અનુભવ પૂરો પાડે છે. શહેરનું આબેહૂબ સ્થાપત્ય, જીવંત સંસ્કૃતિ અને ફોટોજેનિક લેન્ડસ્કેપ સમગ્ર વાતાવરણને પ્રકાશિત કરે છે, જે તેને સુંદર લગ્ન ફોટોગ્રાફી માટે આદર્શ બનાવે છે. અરવલ્લી પર્વતમાળાની ટેકરીઓના આકર્ષક દૃશ્યોથી ઘેરાયેલી અસંખ્ય ફાઈવ સ્ટાર હોટલો અને મહેલો સાથે ઉદયપુર એક મોહક શાહી લગ્ન માટે ઝંખતા યુગલો માટે આદર્શ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.