• Home
  • Lifestyle
  • Travel
  • Indian women have a craze for adventure tourism, driving and tracking favorite activities

રિસર્ચ / ભારતીય મહિલાઓમાં એડવેન્ચર ટૂરિઝમનો ક્રેઝ વધી રહ્યો છે, ડ્રાઇવિંગ અને ટ્રેકિંગ મનપસંદ એક્ટિવિટી

Indian women have a craze for adventure tourism, driving and tracking favorite activities

Divyabhaskar.com

Nov 08, 2019, 03:05 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ ભારતની મહિલાઓમાં એડવેન્ચર ટ્રિપનું ચલણ વધ્યું છે. એક ઇન્ટરનેશનલ ટ્રાવેલ કંપની દ્વારા કરાયેલા સંશોધનમાં આ વાત સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની મહિલાઓ એડવેન્ચર ટૂરિઝમમાં વધુ રસ દાખવી રહી છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2017ની સરખામણીએ 2018માં એડવેન્ચર ટૂર પર જનારી મહિલાઓની સંખ્યામાં 32%નો વધારો થયો છે. તેમ, સોલો ટ્રિપ્સ પર જતા મહિલાઓની સંખ્યામાં પણ 9%નો વધારો થયો છે. આ મહિલાઓનું કહેવું છે કે એડવેન્ચર ટ્રિપ્સ તેમને સ્વતંત્રતાનો અનુભવ અપાવે છે.

મળતી માહિતી મુજબ, આ રિપોર્ટ લગભગ 2 હજાર મહિલાઓના બુકિંગ અને ઇન્ક્વાયરી ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, મોટાભાગની એડવેન્ચર ટ્રિપ પર જતી મહિલાઓનો જન્મ વર્ષ 1980થી 1990ની વચ્ચે થયો હતો, જેમાંથી 70% મેટ્રો શહેરોમાંથી આવે છે અને બાકીના 30% ટાયર -2 શહેરોમાંથી આવે છે. આવી ટ્રિપ પર જતી મોટાભાગની સ્ત્રીઓ આર્થિક રીતે આત્મનિર્ભર હોય છે અને તેમાં વકીલો, ડોકટર્સ, કોર્પોરેટ મેનેજર્સ, ડિઝાઇનર્સ, લેખકો અને વિવિધ સંસ્થાઓના વડાઓ સામેલ હોય છે.

આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, આવી ટ્રિપ્સમાં મહિલાઓ તેમના મિત્રો સાથે જાય છે. મિત્રો સિવાય તેમની માતા સાથે એડવેન્ચર ટ્રિપ પર જતી મહિલાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ટ્રિપ પર જતી મહિલાઓમાં ડાઇવિંગ અને ટ્રેકિંગનો ક્રેઝ સૌથી વધુ રહ્યો છે. સ્થળોની વાત કરીએ તો, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ અને નેપાળને ટ્રેકિંગ માટે પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારતમાં અંદામાન ઉપરાંત, માલદીવ, થાઇલેન્ડ, મલેશિયા અને મોરેશિયસ જેવા ડેસ્ટિનેશન્સ ટોપ પર છે.

ટ્રેકિંગ અને ડ્રાઇવિંગ સિવાય મહિલા મુસાફરો વોકિંગ, સાઇકલિંગ, બાઇકિંગ, રાફ્ટિંગ અને પેરાસિલિંગ કરવાનું પણ પસંદ કરે છે. આ રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું કે, સોશિયલ મીડિયા પર અને લોકો પાસેથી તેમના અનુભવો સાંભળ્યા પછી પણ મહિલાઓ સોલો ટ્રિપ પર જવાનું નક્કી કરી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાઓ ટ્રિપ પર જતા પહેલા સલામતી અંગે ઘણું સંશોધન કરે છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર ફીમેલ ટ્રાવેલર્સના અનભવોથી પણ મહિલાઓ એડવેન્ચર ટ્રિપ પર જવાનું નક્કી કરે છે.

X
Indian women have a craze for adventure tourism, driving and tracking favorite activities
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી