નિર્ણય / ભારતીય રેલવે ક્રિસમસ સુધી 200 એકસ્ટ્રા ટ્રેન દોડાવશે

Indian Railways will run 200 extra trains by Christmas

  • ભારતીય રેલવે સમગ્ર દેશમાં ક્રિસમસ સુધી 200 એક્સ્ટ્રા ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે
  • આ વર્ષે દુર્ગા પૂજાથી ક્રિસમિસ 2019 સુધી 200 વિશેષ ટ્રેન દોડાવી રહી છે
  • આ વખતે રેલવે યાત્રીઓને આપશે ખાસ સુવિધા

Divyabhaskar.com

Oct 31, 2019, 05:59 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ભારતીય રેલવે તહેવારોને પગલે યાત્રીઓના ભારે ધસારો જોતા સમગ્ર દેશમાં ક્રિસમસ સુધી 200 એક્સ્ટ્રા ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. તેના દ્વારા 2,500થી વધારે ફેરા અથવા વધારે સેવાઓ શરૂ કરવામાં આવી છે. તહેવારોની સિઝનમાં રેલવે યાત્રીઓની સુવિધા અને યાત્રીઓની ભીડને જોતા રેલવે આ વર્ષે દુર્ગા પૂજાથી ક્રિસમિસ 2019 સુધી 200 વિશેષ ટ્રેન દોડાવી રહી છે.


આ વખતે રેલવે યાત્રીઓને આપશે ખાસ સુવિધા

અસુરક્ષિત કોચમાં મુસાફરો યોગ્ય રીતે પ્રવેશ કરે તે માટે આરપીએફના કર્મચારીઓ દેખરેખમાં હેઠળ ટર્મિનસ સ્ટેશનો પર રો બનાવીને ભીડને કાબૂમાં લેવામાં આવશે. યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મુખ્ય સ્ટેશનોમાં આરપીએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાકર્મચારીની સાથે એન્જિનિઅરિંગ, સિગનલ અને દૂરસંચાર વિભાગના કર્મચારીઓને ભીડભાડવાળા રેલવે સેક્શનોમાં મહત્ત્વપૂર્ણ રેલવે ક્રોસિંગ પર તૈનાત કરવામાં આવ્યા છે.

​​​​​​​
ટ્રેનોને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે મુખ્ય રેલવે સ્ટેશનો પર અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રેન સેવામાં કોઈ પ્રકારની સમસ્યાના નિવારણ માટે પ્રાથમિકતાના આધાર પર વિવિધ સેક્શનોમાં કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. દેશના મુખ્ય રેલવે સ્ટેશનો પર ‘શુ હું મદદ કરી શકુ છું’ બૂથ પણ કામ કરશે. ત્યાં આરપીએફ જવાન અને ટીટીઈ યાત્રીઓની યોગ્ય સહાય અને માગર્દશન આપશે જરૂરિયાત ઊભી થવા પર મુખ્ય સ્ટેશનોમાં ડોકટરોની ટીમો ઉપલબ્ધ હશે. સેમિ-ડોકટરો સાથે એમ્બ્યુલન્સ પણ હશે.


મેલ/એક્સપ્રેસ/યાત્રી ટ્રેનોના નિર્ધારિત સમય પર રવાના કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર જેમ કે, વેચાણ, ઓવર ચાર્જિંગ અને દલાલી વગેરે પર સુરક્ષા અને સતર્કતા વિભાગના અધિકારીઓ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઝોનલ મુખ્યાલયોના વેઇટિંગ હોલ, રિટાયરિંગ રૂમ, યાત્રીઓની સુખ-સુવિધાવાળા ક્ષેત્રો અને સ્ટેશનોને સ્વચ્છ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે.

X
Indian Railways will run 200 extra trains by Christmas
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી