અદભૂત એન્જિનિયરિંગ અજાયબી:ભારતીય રેલ્વેએ ‘ચિનાબ બ્રિજ’ની અદભૂત ફોટોસ શેર કરી, સ્વર્ગની અનુભૂતિ કરાવે છે આ રેલ્વે બ્રિજ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બરફથી ઢંકાયેલા શિખરો અને લીલીછમ ખીણો ધરાવતા કાશ્મીરને ‘પૃથ્વી પરનું સ્વર્ગ’ કહેવામાં આવે છે. અહીંની સુંદરતા લોકોના મનને આકર્ષિત કરે છે. જમ્મુ-કાશ્મીરમાં રેલ્વે નેટવર્ક વધારવા માટે રેલ્વેએ ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ બનાવ્યો છે. રેલ્વેએ આ બ્રિજની કેટલીક અદભૂત ફોટોસ શેર કરી છે. આ ફોટોસ સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. આ ફોટોસમાં પુલની નીચે વાદળ છવાયેલું છે. જાણે કે નદીમાં પાણીની જગ્યાએ વાદળ વહી રહ્યું છે.

વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ
રેલ્વે મંત્રાલયે ટ્વિટર પર દુનિયાના સૌથી ઊંચા રેલ બ્રિજ ચિનાબ બ્રિજની કેટલીક આશ્ચર્યજનક ફોટોસ શેર કરી છે. ચિનાબ બ્રિજ એ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિન્ક (USBRL) પ્રોજેક્ટનો એક ભાગ છે.

મંત્રમુગ્ધ કરી દે તેવા ફોટોસ
ભારતીય રેલ્વેએ ચિનાબ બ્રિજની અદભૂત તસવીરો શેર કરી હતી અને એફિલ ટાવર કરતા પણ ઊંચો એવા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજની આકર્ષક ફોટોસે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. એવી સંભાવનાઓ છે કે તે તમને પણ આકર્ષિત કરી શકે છે.

રેલ્વે મંત્રાલયે ફોટા શેર કરતી વખતે લખ્યું, ‘આકર્ષક રીતે સુંદર ચિનાબ બ્રિજનું દૃશ્ય.’ આ ફોટોસમાં રેલ્વે બ્રિજ વાદળોથી છવાયેલી છે, સૂર્ય તેની ઉપર પ્રકાશિત થઈ રહ્યો છે અને રમણીય પર્વતો સામે તેની ભવ્ય કમાન જોવા મળી રહી છે.

નોંધપાત્ર સિદ્ધિ
ભારતીય રેલ્વે દ્વારા શેર કરવામાં આવેલા અવિશ્વસનીય ફોટાથી ટ્વિટર યુઝર્સના હોશ ઉડી ગયા હતા. લોકોએ આ માળખું બનાવવા બદલ રેલ્વેની પ્રશંસા કરી હતી. કેટલાક યુઝર્સે લખ્યું હતું કે, ‘સુંદરતા અને સખત મહેનત એકસાથે’, ‘વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી.’ અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘એક અદભૂત એન્જિનિયરિંગ અજાયબી.’ વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ હવે ભારતમાં છે. મુશ્કેલ ટોપોગ્રાફી અને હવામાનની પરિસ્થિતિઓનો સામનો કર્યા પછી પણ, તેને સફળ બનાવવા બદલ દરેકને આભાર.

સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં 'ટેકલા' સોફ્ટવેરનો ઉપયોગ
રેલ્વે મંત્રાલયના જણાવ્યા મુજબ બ્રિજની સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં અત્યાધુનિક 'ટેકલા' સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્ટ્રક્ચરલ સ્ટીલ માઇનસ 10 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ માટે યોગ્ય છે, એમ તેણે વધુમાં જણાવ્યું હતું.

એફિલ ટાવર કરતા પણ ઊંચું આ રેલ્વે બ્રિજ
ચિનાબ બ્રિજ નદીના પટની સપાટીથી 359 મીટર ઉપર વિશ્વનો સૌથી ઉંચો રેલવે પુલ તરીકે જાણીતો છે અને ફ્રાન્સના એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે.