• Home
  • Lifestyle
  • Travel
  • Indian Railways Discount Offer: Shatabdi Express, Tejas Express, Gatiman Express, UP To 25 Per Cent; Railways News Today

રેલવે / આવતા મહિનાથી શતાબ્દી, તેજસ, ગતિમાન જેવી ટ્રેનોનાં મૂળ ભાડાંમાં 25% છૂટ મળશે

Indian Railways Discount Offer: Shatabdi Express, Tejas Express, Gatiman Express, UP To 25 Per Cent; Railways News Today

  • સપ્ટેમ્બરના અંતમાં સ્કીમ શરૂ થશે, રેલવેએ તારીખ નથી જણાવી
  • રેલવે અત્યારે 58 શતાબ્દી, 2 તેજસ અને 1 ગતિમાન ટ્રેન ચલાવી રહ્યું છે
  • ગયા વર્ષે જે ટ્રેનોમાં માસિક 50%થી ઓછી સીટ્સ બુક થઈ, તેમાં જ છૂટ મળશે

Divyabhaskar.com

Aug 29, 2019, 12:06 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ રેલવેએ બુધવારે કહ્યું હતું કે કેટલીક ટ્રેનોમાં મૂળ ભાડામાં 25% ઘટાડો કરવાની યોજના આગામી મહિનાના અંત સુધીમાં અમલમાં મૂકવામાં આવશે. આ સ્કીમ શતાબ્દી, ગતિમાન, તેજસ, ડબલ ડેકર, ઇન્ટરસિટી અને અન્ય કેટલીક ટ્રેનોની એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર ક્લાસની ટિકિટ પર ઉપલબ્ધ રહેશે. રેલવેએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ગયા વર્ષે જે ટ્રેનોમાં માસિક 5૦%થી સીટ્સ બુક થઈ, તેમાં જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

સ્કીમનો સયમ રેલવે ઝોન નક્કી કરશે
રેલવે મંત્રાલયના જણાવ્યાં અનુસાર, ડિસ્કાઉન્ટ નક્કી કરવાનો અધિકાર ઝોનના પ્રિન્સિપાલ ચીફ કમર્શિયલ મેનેજર પાસે હશે. ભાડામાં છૂટ આખા વર્ષ માટે, થોડા મહિનાઓ માટે, ઋતુઓ, અઠવાડિયાના દિવસો અથવા અઠવાડિયાના અંતિમ દિવસો માટે હોઈ શકે છે. તમામ ઝોનને ટ્રેનોમાં સીટ બુકિંગની સ્થિતિની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે.

3 ટ્રેનોમાં અગાઉથી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, સીટ્સનું બુકિંગ વધારવા અને આવક વધારવા માટે ડિસ્કાઉન્ટ સ્કીમ લાગુ કરવામાં આવશે. ત્રણ ટ્રેનો ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર શતાબ્દી એક્સપ્રેસ (12007/12008), અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી (12010) અને ન્યૂ જલ્પાઇગુડી-હાવડા શતાબ્દી એક્સપ્રેસ (12042) પર પહેલેથી મળી રહેલી છૂટ આગળ પણ મળતી રહેશે. રેલવે અત્યારે 58 શતાબ્દી, 2 તેજસ અને 1 ગતિમાન ટ્રેન ચલાવી રહી છે. 2 તેજસ એક્સપ્રેસ મુંબઇ-કરમાળી (ગોવા) અને ચેન્નાઈ-મદુરાઈ વચ્ચે દોડી રહી છે. તેમજ 1 ગતિમાન એક્સપ્રેસ દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશનથી ઝાંસી તરફ દોડી રહી છે.

X
Indian Railways Discount Offer: Shatabdi Express, Tejas Express, Gatiman Express, UP To 25 Per Cent; Railways News Today
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી