• Home
  • Lifestyle
  • Travel
  • Indian railway new schedules will be applicable from 1st July, Changes in 42 trains schedules

રેલવે / 42 ટ્રેનના સમયમાં 5 મિનિટથી લઈ 1.15 કલાક સુધીનો ફેરફાર, 1 જુલાઈથી નવુ સમયપત્રક લાગુ થશે

Indian railway  new schedules will be applicable from 1st July, Changes in 42 trains schedules

Changes in 42 trains from 5 minutes to 1.15 hours, new schedules will be applicable from 1st July

Divyabhaskar.com

Jun 28, 2019, 08:28 AM IST

ટ્રાવેલ ડેસ્ક. અમદાવાદ ડિવિઝન સહિત દેશભરમાં 1 જુલાઈથી રેલવેમાં નવુ સમયપત્રક લાગુ થઈ રહ્યું છે. જેમાં અમદાવાદ ડિવિઝનની 42 ટ્રેનના સમયમાં 5 મિનિટથી લઈ 1.15 કલાક સુધીનો ફેરફાર થશે. આ ટાઇમ ટેબલમાં અમદાવાદથી ઉપડનારી 27 ટ્રેનો 1 જુલાઈથી તેના વર્તમાન સમયથી વહેલી ઉપડશે તથા 15 ટ્રેનો વર્તમાન સમયથી મોડી ઉપડશે. અમદાવાદ ડિવિઝન પર દોડનારી 18 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે જ્યારે 10 ટ્રેનોની ગતિ ધીમી થઇ છે. શિયાળામાં પણ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવે છે.

અમદાવાદ સ્ટેશનેથી વહેલી ઉપડનારી ટ્રેનો

  • ચેન્નઈ એગ્મોર - જોધપુર એકસપ્રેસ 15 મિનિટ વહેલી ઉપડશે.
  • કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 20 મિનિટ વહેલી ઉપડશે.
  • બરેલી - ભુજ એક્સપ્રેસ, હિસાર - બાંદ્રા એક્સપ્રેસ, દિલ્લી સરાહ રોહિલ્લા - બાંદ્રા એક્સપ્રેસ, જેસલમેર - બાંદ્રા એક્સપ્રેસ, ભુજ - દાદર એક્સપ્રેસ, હાપા - મડગાંવ એક્સપ્રેસ તથા અમદાવાદ-પટણા એક્સપ્રેસ 10 મિનિટ વહેલી ઉપડશે.
  • અમદાવાદ - પુણે એક્સપ્રેસ, સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ - દરભંગા જનસાધારણ એક્સપ્રેસ, અમદાવાદ - કોલ્હાપુર એક્સપ્રેસ, વેરાવલ - બાંદ્રા એક્સપ્રેસ, રાજકોટ - રીવા એક્સપ્રેસ, વેરાવળ - ઇન્દોર એક્સપ્રેસ, વેરાવળ - પુણે એક્સપ્રેસ, પોરબંદર - મુંબઈ એક્સપ્રેસ, રાજકોટ - મુંબઇ દુરંતો, જામનગર - વૈષ્ણોદેવી એક્સપ્રેસ, હાપા - વૈષ્ણોદેવી એક્સપ્રેસ, ગાંધીધામ - વૈષ્ણોદેવી એક્સપ્રેસ, ભુજ - બાંદ્રા એક્સપ્રેસ, બીકાનેર - બાંદ્રા એક્સપ્રેસ તથા જયપુર - બાંદ્રા એક્સપ્રેસ 5 મિનિટ વહેલી ઉપડશે.
  • જયપુર - અમદાવાદ પેસેન્જર વર્તમાન સમયથી 1.15 કલાક વહેલી અમદાવાદથી ઉપડી 55 મિનિટ વહેલી પાલનપુર પહોંચશે.
  • ગોરખપુર - અમદાવાદ એક્સપ્રેસ પાલનપુરમાં 1 કલાક વહેલી પહોંચશે.

અમદાવાદ સ્ટેશન પર મોડી પહોંચનારી ટ્રેનો

  • અમદાવાદ - અલાહાબાદ એક્સપ્રેસ 55 મિનિટ મોડી ઉપડશે.
  • અમદાવાદ - નાગપુર એક્સપ્રેસ અને અમદાવાદ - નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 15 મિનિટ મોડી ઉપડશે.
  • બાંદ્રા - હિસાર એક્સપ્રેસ, બાંદ્રા - દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ, જોધપુર - બેંગ્લોર એક્સપ્રેસ, અજમેર - મૈસૂર એક્સપ્રેસ, જોધપુર - બેંગ્લોર એક્સપ્રેસ, અજમેર - બેંગ્લોર એક્સપ્રેસ, ગાંધીધામ - બેંગ્લોર એક્સપ્રેસ, જમ્મુ તવી - અમદાવાદ એક્સપ્રેસ, જબલપુર - સોમનાથ એક્સપ્રેસ, વડોદરા - અમદાવાદ તથા અમદાવાદ - ઓખા પેસેન્જર 5થી 10 મિનિટ મોડી ઉપડશે.
X
Indian railway  new schedules will be applicable from 1st July, Changes in 42 trains schedules
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી