રિપોર્ટ / સરકારની વર્ષ 2024 સુધીમાં 100 નવાં એરપોર્ટ શરૂ કરવાની યોજના, 1,000 હવાઈ માર્ગો ખોલવા પર પણ વિચાર

India plans to open 100 airports in 5 years, to boost economy

  • બ્લુમબર્ગ અનુસાર, વડાપ્રધાન મોદી આવનારા 5 વર્ષોમાં બમણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કરવાના પ્લાનમાં
  • સરકારના પ્રસ્તાવ અનુસાર, દર વર્ષે લોકલ લેવલે 600 પાઇલટને ટ્રેનિંગ આપવામાં આવશે

Divyabhaskar.com

Oct 31, 2019, 04:10 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ ભારતમાં વર્ષ 2024 સુધીમાં 100 નવાં એરપોર્ટ્સનું સંચાલન શરૂ થઈ શકે છે. મોદી સરકારની સ્કીમ અનુસાર, આર્થિક વિકાસને વેગ આપવા આગામી 5 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સંખ્યા બમણી કરવાની છે. આવી સ્થિતિમાં દેશમાં નાનાં નવાં શહેરો અને ગામોને જોડતા 1000 નવા હવાઇ માર્ગો બનાવવા પર વિચારણા કરવામાં આવી રહી છે.
વિમાન કાફલાઓની સંખ્યા બમણી થશે
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે સરકારની એક બેઠકમાં વર્ષ 2025 સુધીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં નવા એરપોર્ટ્સ શરૂ કરવાની સાથે દર વર્ષે નવા 600 પાઇલટ્સને સ્થાનિક સ્તરે તાલીમ આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ સિવાય, 5 વર્ષમાં વિમાનના કાફલાની સંખ્યા 1200 કરી દેવાની વાત પણ થઈ હતી.

બેઠકમાં સરકારે આગામી 5 વર્ષમાં નવા એરપોર્ટ બનાવવા માટે 1 ટ્રિલિયન ડોલર (રૂ. 71 લાખ કરોડ)ના રોકાણનું વચન આપ્યું હતું. મીટિંગમાં હાજર એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ચર્ચા દરમિયાન ભારતમાં વિમાન ધિરાણનો વ્યવસાય શરૂ કરવાના પગલાઓની પણ માહિતી માગવામાં આવી હતી.

ફ્લાઇટ સ્કીમથી દેશમાં ઓપરેશનલ એરપોર્ટ વધ્યા
ભારતમાં ત્રણ વર્ષ પહેલાં સુધી 450 રનવેમાંથી માત્ર 75 રનવે જ કાર્યરત હતા. આનું એક કારણ એ હતું કે મોટી એરલાઇન કંપનીઓ નાના શહેરોમાં ઉડતી ન હતી. જોકે, સરકાર દ્વારા ઉડાન યોજના હેઠળ સબસિડી મળ્યા બાદ ઓપરેશનલ રનવેની સંખ્યામાં વધારો થયો છે. તાજેતરના સમયમાં, દેશના ઉડ્ડયન નકશામાં 38 વિમાનમથકો ઉમેરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, કેટલીક એરલાઇન્સ દવ્રા 63 એરપોર્ટ પર ફ્લાઇટ શરૂ કરવા માટે કરાર કરવામાં આવ્યો છે.

X
India plans to open 100 airports in 5 years, to boost economy
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી