તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2018માં ભારતમાં 1.74 કરોડ પ્રવાસીઓ આવ્યા, ફ્રાન્સ સૌથી પ્રિય સ્થળ રહ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2018માં 140.1 કરોડ પ્રવાસીઓએ વિદેશ પ્રવાસ કર્યો, 8.94 કરોડ પ્રવાસીઓએ ફ્રાન્સની મુલાકાત લીધી
  • 2018માં ટૂરિઝમ સેક્ટરનો ભારતના GDPમાં 9.2% હિસ્સો હતો, કુલ રોજગારનો 8.1% હિસ્સો આ જ ક્ષેત્રમાંથી રહ્યો

ટ્રાવેલ ડેસ્કઃ વિશ્વમાં દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ટૂરિઝમ ડે ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સનું વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) તેનું નેતૃત્વ કરે છે. આ દિવસના સેલિબ્રેશનનો હેતુ લોકોને પર્યટનનું મહત્ત્વ સમજાવવાનો હોય છે. પર્યટન વૈશ્વિક સમુદાયને કેવી અસર કરે છે તે વિશેના કાર્યક્રમો પણ યોજાય છે.


આ વર્ષના વર્લ્ડ ટૂરિઝમ ડેનું ફોકસ સ્કિલ્સ, એજ્યુકેશન અને જોબ્સ પર છે. વર્ષ 2018માં દુનિયાભરમાં 140.1 કરોડ પ્રવાસીઓએ વિદેશ યાત્રા કરી, જેમાં સૌથી વધુ ટૂરિસ્ટ ફ્રાંસનો પ્રવાસ કરનારા હતા. ત્યારબાદ સ્પેન, અમેરિકા અને ચીનનો નંબર આવે છે. વર્ષ 2018માં તુર્કી અને વિયેતનામમાં પર્યટનમાં અનુક્રમે 21.7%, 19.9%ની વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે ભારતમાં 12.1%ની વૃદ્ધિ નોંધાઈ છે.

2018માં જ્યાં સૌથી વધુ પ્રવાસીઓ આવ્યા

દેશટૂરિસ્ટ
ફ્રાંસ8.94 કરોડ
સ્પેન8.82 કરોડ
અમેરિકા7.96 કરોડ
ચીન6.29 કરોડ
ઈટલી6.21 કરોડ
ભારત1.74 કરોડ

વર્ષ 2018માં ટૂરિઝમ સેક્ટરનો ભારતના GDPમાં 9.2% ફાળો હતો. કુલ રોજગારનો 8.1% હિસ્સો આ જ સેક્ટરમાંથી રહ્યો.

ઓનલાઇન ટ્રાવેલ માર્કેટ
સ્ટેટિસ્ટા ગ્લોબલ કન્ઝ્યુમર સર્વે 2018 મુજબ, દર વર્ષે દુનિયામાં ઓનલાઇન માર્કેટનો વિસ્તાર થઈ રહ્યો છે. વર્ષ 2017 સુધી આ માર્કેટ 36184 કરોડ ડોલરનું હતું. આ વર્ષ 2023 સુધી 39 લાખ કરોડ રૂપિયાનું થઈ જશે.

ઓનલાઇન કન્ઝ્યુમર
ઉંમર અનુસાર સમજવાનો પ્રયત્ન કરીએ તો 25થી 34 વર્ષની વય જૂથના લોકો સૌથી વધુ ઓનલાઇન ટ્રાવેલિંગ માર્કેટનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, સિનિયર સિટઝનમાં આ ટ્રેન્ડ ઓછો જોવા મળી રહ્યો છે.
ટૂર એન્ડ ટ્રાવેલ સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી 15% રહી છે
 
ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ડ્રાઇવિંગ વુમન સક્સેસના અહેવાલ મુજબ, ટૂર એન્ડ ટ્રાવેલ સેક્ટરમાં મહિલાઓની સૌથી વધુ ભાગેદારી રશિયામાં રહી છે. અહીંની અર્થવ્યવસ્થામાં મહિલાઓનો હિસ્સો 45%થી વધુ છે, જ્યારે ટૂર અને ટ્રાવેલ ક્ષેત્રે મહિલાઓનો હિસ્સો 55% છે. તેમજ, ભારતમાં મહિલાઓનો હિસ્સો 15% જેટલો રહ્યો છે.