હવાઈ યાત્રા / હવાઈ મુસાફરીમાં થનારા ઈજાફામાં ભારત-ચીનની ભાગીદારી 45 ટકા હશેઃ IATA

India-China's participation in air travel increases will be 45%: IATA
X
India-China's participation in air travel increases will be 45%: IATA

  • ભારતમાં વિમાન થકી મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે
  • છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ વૃદ્ધિ ઉડ્ડયન બજારોમાં છે

Divyabhaskar.com

Jun 03, 2019, 05:26 PM IST

ટ્રાવેલ ડેસ્ક. એરલાઈન કંપનીઓના વૈશ્વિક સંગઠન 'ઇન્ટરનેશનલ એરોનોટિકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન' (આઇએટીએ)ના જણાવ્યા મુજબ, આગામી બે દાયકા સુધીમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં 50 ટકા હિસ્સો ભારત અને ચીનનો હશે. ભારતમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ વૃદ્ધિ હવાઈયાત્રામાં જોવા મળી છે. જો કે, સંપૂર્ણ હવાઈયાત્રાની સેવા આપતી જેટ એરવેઝની ફ્લાઇટ્સ અને સેવાઓ રદ કર્યા પછી અસ્થાયી રીતે સસ્પેન્ડ કરાયા બાદ એપ્રિલમાં નકારાત્મક વૃદ્ધિ નોંધવામાં આવી હતી.

આઇએટીએના ચીફ અર્થશાસ્ત્રી બ્રાયન પીઅર્સે જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં નોંધાયેલી નકારાત્મક વૃદ્ધિ અસ્થાયી હતી, પરંતુ હજી તેનું બજાર વધશે. કારણ કે ભારતીયો હવે વધુને વધુ હવાઈ મુસાફરી કરવા માંગે છે. આઈએટીએની વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના ડિરેક્ટર જનરલ અને સીઈઓ એલેક્ઝાન્ડર ડિ જ્યૂનિયાકે જણાવ્યું હતું કે, વિકાસશીલ દેશોમાં મુસાફરોની સંખ્યા સૌથી વધુ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આગામી બે દાયકામાં મુસાફરોની સંખ્યામાં ભારત અને ચીન પાસે 45 ટકા હિસ્સો હશે.' આગામી સમયમાં બધા વ્યવસાય સાથે જોડાયેલા લોકો વિમાનની મુસાફરી કરતા હશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી