• Home
  • Lifestyle
  • Travel
  • In the Corona era, Indigo offered special facilities to passengers, now passengers can book 2 seats by paying 25% more than the ticket price.

પ્લેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ / પ્લેનની ટિકિટ પર 25% એક્સ્ટ્રા ચૂકવો અને બાજુની સીટ પણ બુક કરાવો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ઈન્ડિગોએ અનોખી સ્કીમ રજૂ કરી

X

  • આ સુવિધાનો લાભ 24 જુલાઈ સુધી લઈ શકાશે
  • આ યોજનાનો લાભ માત્ર ઈન્ડિગોની વેબસાઈટ પરથી લઈ શકાય છે

દિવ્ય ભાસ્કર

Jul 18, 2020, 07:41 PM IST

કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા ઈન્ડિગો એરલાઈન્સે  ‘6E ડબલ સીટ’  યોજના શરૂ કરી છે. તે અંતર્ગત જે લોકો ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન વધારાની સુરક્ષાની ઇચ્છા રાખે છે, તેઓ પોતાના માટે પાસપાસેની બે સીટ બુક કરાવી શકે છે. એટલે કે હવે તેઓ ટિકિટની કિંમતના 25 ટકા વધારે આપીને 2 સીટ બુક કરાવી શકે છે. આ ઓફર 24 જુલાઈ 2020 સુધી છે કંપનીના જણાવ્યા પ્રમાણે, આ યોજનાનો લાભ માત્ર ઈન્ડિગોની વેબસાઈટ www.goindigo.in પરથી લઈ શકાય છે.

ટ્રાન્સફર અથવા કેન્સલ નહીં થઈ શકે ડબલ સીટ
કંપનીના જણાવ્યા પ્રમાણે, ફ્લાઇટ રવાના થવાના 24 કલાક પહેલાં ડબલ સીટ બુક કરાવી શકાય છે. ડબલ સીટના બુકિંગમાં બીજા પેસેન્જરને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં અને તેને રદ પણ નહીં કરી શકાય. પેસેન્જર ફ્લાઈટમાં ડબલ સીટ યોજના ઉપલબ્ધ થવા પર માત્ર પાસેની સીટ જ પસંદ કરી શકે છે.

કંપનીએ સર્વે કર્યો હતો
ઈન્ડિગોએ 20 જૂનથી 28 જૂનની વચ્ચે 25,000 પેસેન્જરમાં એક ઓનલાઈન સર્વે કર્યો હતો, જેમાં 62 ટકા મુસાફરોએ શારીરિક અંતરના એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને એક મોટી ચિંતા ગણાવી હતી.

એર ઈન્ડિયાએ શરૂ કરી ખાસ સુવિધા 
એર ઈન્ડિયાએ કોવિડ-19ના કારણે રદ થયેલી ફ્લાઈટ્સની ટિકિટમાં હવે પેસેન્જર્સને નવી સુવિધા આપી છે. એર ઈન્ડિયાએ નવા સર્ક્યુલરમાં જણાવ્યા પ્રમાણે, મુસાફરો ઇચ્છે તો હવે તેઓ ટિકિટ પર નવા પેસેન્જરનું નામ દાખલ કરી શકે છે. એટલે કે, પહેલાના પેસેન્જરની જગ્યાએ હવે અન્ય મુસાફરો તે ટિકિટ પર મુસાફરી કરી શકે છે. આ સુવિધા 24 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. અગાઉ કંપની તરફથી કોઈપણ વધારાના ચાર્જ વગર મુસાફરીની તારીખ રિશિડ્યુઅલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી