તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તત્કાલ ટિકિટનું ભાડું નોર્મલ ટિકિટ કરતા 10 ટકા વધારે હોય છે, PNR પર ચાર યાત્રીઓની ટિકિટ બુક કરી શકાય છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • તત્કાલ ટિકિટ તમે રેલવેની એપ અથવા IRCTCની વેબસાઈટ પર જઈને બુક કરાવી શકો છો
 • IRCTC એપ અથવા વેબસાઈટ પર જઈને તમે અકાઉન્ટની સાથે માસ્ટર લિસ્ટ તૈયાર કરી લો
 • તત્કાલ ટિકિટ કેન્સલ કરવા પર કોઈ રિફંડ નથી મળતું

ટ્રાવેલ ડેસ્ક. જો તમે અચાનક ક્યાંક જવાનો પ્લાન બનાવો છો અને રેલવેમાં મુસાફરી કરવા માગો છો તો તેના માટે તમારે તત્કાલ ટિટિક બુકિંગનો ઓપ્શન બચે છે. રેલવે મુસાફરી પહેલા તત્કાલ ટિટિક બુક કરવાની સુવિધા આપે છે. તત્કાલ ટિકિટ તમે રેલવેની એપ અથવા ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ટ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ની  www.irctc.co.in વેબસાઈટ પર જઈને બુક કરાવી શકો છો. તે ઉપરાંત તમે રેલવેના કાઉન્ટર પર જઈને પણ ટિકિટ બુક કરાવી શકો છો. તત્કાલ ટિકિટનું ભાડું નોર્મલ ટિકિટના ભાડા કરતા વધારે હોય છે. તત્કાલ ટિકિટ સેકન્ડ ક્લાસના મૂળભૂત ભાડા કરતા 10 ટકા વધારે ભાડું લેવામાં આવે છે, જ્યારે અન્ય તમામ વર્ગો માટે મૂળભૂત ટિકિટનું ભાડું 30 ટકાના દરે નક્કી કરવામાં આવ્યું છે. 


તત્કાલ ટિકિટ મુસાફરી કરવાના એક દિવસ પહેલા બુક કરવામાં આવે છે, તેમાં AC ક્લાસ માટે સવારે 10 વાગ્યાનો સમય છે, જ્યારે અન્ય ક્લાસ માટે તત્કાલ ટિકિટ સવારે 11 વાગ્યાથી બુક કરી શકાય છે. 

તત્કાકાલ ટિકિટ બુકિંગ નિયમના અંતર્ગત એક પેસેન્જર રેકોર્ડ નામ (PNR) પર ચાર યાત્રીઓની ટિકિટ બુક કરી શકાય છે. એટલે કે, એક વખતમાં તમે 4 યાત્રીઓ માટે ટિકિટ બુક કરાવી શકો છો. ઉપરાંત તમે નોર્મલ ટિકિટ બુક કરી રહ્યા છો તો તમે એક સાથે 6 લોકોની ટિકિટ બુક કરાવી શકો છો. 

પહેલાથી કરી લો આ કામ 
IRCTCની વેબસાઈટ www.irctc.co.in અથવા એપ દ્વારા તત્કાલ ટિકિટ બુક કરાવવાના સમયે તમે તમારા યાત્રીઓના નામ, ઉંમર, લિંગ વગેરેની જાણકારી પહેલાથી જ સેવ કરીને રાખો જેથી તત્કાલ વિંડો ઓપન થતા તમે ફટાફટ ઈન ડિટેલ્સને એપ અથવા વેબસાઈટમાં માહિતી ભરી શકો. શક્ય હોય તો તમે IRCTC એપ અથવા વેબસાઈટ પર જઈને તમે અકાઉન્ટની સાથે માસ્ટર લિસ્ટ તૈયાર કરી લો. 

પેમેન્ટ ઓપ્શન તૈયાર રાખો
 ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો તો તમે તેમાં મોબાઈલ વોલેટ ઉપરાંત ઈન્ટરનેટ બેંકિંગ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની સાથે સાથે UPI(યુનિક પેમેન્ટ ઈન્ટરફેસ) દ્વારા પણ ચૂકવણી કરી શકો છો. 

તત્કાલ ટિકિટ કેન્સલ કરવાના નિયમ 
કન્ફર્મ તત્કાલ ટિકિટ ત્યારે કેન્સલ થઈ શકે છે જ્યારે ટ્રેન ત્રણ કલાક લેટ ચાલી રહી હો, અથવા ટ્રેનનો રૂટ ડાયવર્ટેડ કરવામાં આવ્યો હોય. એવા કિસ્સામાં યાત્રીને રિફંડ મળે છે. તે ઉપરાંત તત્કાલ ટિકિટ કેન્સલ કરવા પર કોઈ રિફંડ નથી મળતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો