• Home
  • Lifestyle
  • Travel
  • If you are traveling by flight during the Corona period, know the new rule, traveling will be allowed only if the Corona report up to 21 days is negative.

નિયમ / કોરોનાકાળમાં ફ્લાઇટથી ટ્રાવેલ કરી રહ્યા હો તો નવો નિયમ જાણી લો, 21 દિવસ સુધીનો કોરોના રિપોર્ટ નહીં આવ્યો હોય, તો જ ટ્રાવેલિંગની મંજૂરી મળશે

If you are traveling by flight during the Corona period, know the new rule, traveling will be allowed only if the Corona report up to 21 days is negative.
X
If you are traveling by flight during the Corona period, know the new rule, traveling will be allowed only if the Corona report up to 21 days is negative.

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:28 PM IST

દિલ્હી. ભારતની ‘સિવિલ એવિશન મિનિસ્ટ્રી’એ ફ્લાઇટથી ટ્રાવેલ કરતા મુસાફરો દ્વારા ભરવામાં આવતા સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મને અપડેટ કર્યું છે. મંત્રાલયે તમામ એરલાઇન્સને જાણકારી આપી છે કે, છેલ્લા 21 દિવસમાં કોરોના ટેસ્ટ પોઝિટિવ ન આવ્યો હોય એવા મુસાફરોને જ મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે. 21 દિવસની આ સમય મર્યાદા મુસાફરીની તારીખ પહેલાંની રહેશે. 21 મેના રોજ સિવિલ એવિએશન મિનિસ્ટ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં એવું કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા 2 મહિનામાં કોવિડ-19 પોઝિટિવ ન મળેલા મુસાફરોને જ મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે. આ બાબતની બાંહેધરી મુસાફરોએ જાતે જ આપવાની રહેશે.

શા માટે આ નિર્ણય લેવાયો?
મંત્રાલયના આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં મંત્રાલયનું કહેવું છે કે, દેશમાં મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસના ચેપથી રિકવર થઈ ચૂક્યા છે. આ સ્થિતિમાં મુસાફરી કરનારા લોકોની મુશ્કેલી દૂર કરવા મંત્રાલયે આ નિર્ણય લીધો છે. એરલાઇન્સને થોડા દિવસો પહેલાં સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મમાં આ અપડેટ વિશે માહિતી આપવામાં આવી છે.

કોરોનાથી રિકવર થયેલી વ્યક્તિએ શરતો સાથે ટ્રાવેલ કરવાનું રહેશે
આ ફોર્મમાં વધુમાં જણાવાયું છે કે, જો કોઈ વ્યક્તિ કોરોના વાઇરસના ચેપથી રિકવર થઈ ગઈ હોય અને તેનો રિપોર્ટ છેલ્લાં 3 અઠવાડિયામાં પોઝિટિવ ન આવ્યો હોય તો તેને પણ ફ્લાઇટમાં ટ્રાવેલ કરવાની છૂટ મળી શકે છે. જો કે, કોવિડ-19 રિકવરી સર્ટિફિકેટ બતાવવા પર પણ લોકોને ટ્રાવેલ કરવાની મંજૂરી મળી જશે. તે એ હોસ્પિટલમાં મેળવી શકાશે જ્યાં કોરોનાની સારવાર કરવામાં આવી છે. અત્યારે કેન્દ્ર સરકારે માત્ર લોકલ એરલાઇન્સ શરૂ કરવાની મંજૂરી આપી છે, જે 25 મેથી કાર્યરત છે. આ સર્વિસ લગભગ 2 મહિનાથી અટકી હતી. કેન્દ્ર સરકારે ઇન્ટરનેશનલ એરલાઇન્સ શરૂ કરવાની હજી સુધી કોઈ મંજૂરી આપી નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી