ઓફર / મધ્ય પ્રદેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો IRCTCનો આ છે બેસ્ટ ટૂર પ્લાન

If you are planning to travel to Madhya Pradesh, this is the best tour plan of IRCTC

Divyabhaskar.com

Jul 09, 2019, 07:48 PM IST

ટ્રાવેલ ડેસ્ક. મધ્યપ્રદેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો તમારા માટે ખુશીના સમાચાર છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ભોપાલ રિજનલ ઓફિસના ટૂર પેકેજ દ્વારા મધ્ય પ્રદેશ ફરવા જઈ શકો છો. જે લોકો વાઈલ્ડ લાઈફના શોખીન હોય તેમના માટે આ પેકેજ એકદમ બેસ્ટ છે. આઈઆરસીટીસી આ પેકેજ હેઠળ ઓછા ખર્ચે ફરવા જવાની તક આપી રહ્યું છે.

આ પેકેજમાં થર્ડ એસી ટ્રેન કોચ, હોટલમાં રહેવાની વ્યવસ્થા અને જમવાની સુવિધા પણ સામેલ છે. આ પેકેજમાં તમે મધ્ય પ્રદેશના મુખ્ય ફરવાલાયક જગ્યાઓમાંથી એક કાન્હા નેશનલ પાર્ક અથવા કાન્હા ટાઈગર રિઝર્વ જવાની તક મળશે. આ પાર્કમાં વાઘ, જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ જોવા મળશે.

આ પેકેજ હેઠળ તમને થર્ડ એસી ટ્રેનની રિટર્ન ટિકિટ, કાન્હા નેશનલ પાર્કમાં બે રાત રોકાવાનો અને એસી ગાડીમાં ફરવાની સુવિધા સામેલ છે. કેન્ટર સફારી, એક દિવસમાં એક વ્યક્તિ દીઠ એક પાણીની બોટલ, ટ્રાવેલ ઈન્શ્યોરન્સ સામેલ છે.

X
If you are planning to travel to Madhya Pradesh, this is the best tour plan of IRCTC
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી