ટ્રાવેલિંગ ટિપ્સ:જો તમે આ ગરમીમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો આ હિલસ્ટેશનો પર ના જશો નહિંતર પસ્તાવો થશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હી-NCRમાં પારો 44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. ગરમીના પ્રકોપથી બચવા માટે લોકો પ્રખ્યાત હિલસ્ટેશન તરફ વળી રહ્યા છે અને આરામદાયક ક્ષણ પસાર કરી રહ્યા છે. દિલ્હી-NCRમાં રહેતા લોકો માટે શિમલા, મનાલી અને ધર્મશાળા જેવી જગ્યાઓ જ હિલસ્ટેશન છે એટલે જ ગરમી વધવાની સાથે જ આ જગ્યાઓ પર લોકોની ભીડ એકઠી થઇ જાય છે. આજે અમે તમને આવા જ 8 હિલસ્ટેશન વિશે જણાવીએ કે, જે ખુબસુરતીની દ્રષ્ટિએ આ હિલસ્ટેશનોની સાપેક્ષમાં નાના છે પરંતુ, અહીં જઈને તમને એક અલગ જ શાંતિનો અનુભવ થશે. તો ચાલો જાણીએ આ જગ્યાએ વિશે.

દિલ્હી-NCRમાં ગરમી વધતા જ લોકો પહેલા શિમલા દોડી જાય છે અને તેના કારણે જ ઉનાળામાં અહીં દિલ્હી-મુંબઈ જેવી ભીડ જોવા મળે છે માટે આ જગ્યાઓએ જવાના બદલે ઉત્તરાખંડના ઔલી તરફ વળવું વધુ સારું છે, જ્યાંથી તમે ભારતના બીજા ક્રમના સૌથી ઊંચા શિખર નંદાદેવીનો નજારો જોઈ શકશો. તમે ઇચ્છો તો હિમાચલ પ્રદેશના કસૌલી કે ચૈલ પણ જઈ શકો છો, જ્યાં તમને શિમલા કરતાં ઓછી ભીડ જોવા મળશે.

આ જગ્યાની સામે ફીકુ પડે મસૂરી
ઉનાળાની રજાઓમાં મસૂરીમાં મોલ રોડથી કમ્પ્ટી ફોલ સુધી લોકોની ભીડ લાગી જાય છે. અહીં હોટલોમાં રૂમ માટે પણ લડાઈ થતી હોય છે. આના વિકલ્પમાં તમે ચકરાતાની મુલાકાત લઇ શકો છો. તે પ્રવાસીઓ માટે એક ખૂબ જ સારું એવું સ્થળ છે. આ ઉપરાંત મસૂરીથી થોડે દૂર ધનૌલ્ટી કે કનાતલ પણ જઈ શકો છો. આ સ્થળો મસૂરી કરતાં તો વધારે સુંદર છે જ, પરંતુ અહીં ભીડ પણ ઓછી જોવા મળે છે.

લેહને બદલે સ્પીતી વેલીની મુલાકાત લો
લેહ પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત બની ગયું છે, પરંતુ તેના બદલે તમે સ્પીતિ વેલીની મુલાકાત તો સારું રહેશે. હિમાચલ પ્રદેશની સ્પીતી વેલીને 'છોટા તિબેટ' કહેવામાં આવે છે. પહાડો અને ગ્લેશિયરોથી ઘેરાયેલા આ વિસ્તારમાં ઘણા મઠ અને નાના-નાના ગામ આવેલા છે, જે પર્યટકોને આવકારે છે.

કુફરીની જગ્યાએ જોવા માટે આ બે નવા સ્થળો
હિમાચલપ્રદેશની કુફરી પણ હવે પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે. અહીં નાનકડી એવી ભીડ ભેગી થતાં જ હોટલમાં રૂમ મળવો મુશ્કેલ બની જાય છે. તેના બદલે તમે મશોબ્રા અને નાહન જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. અહીંનું હવામાન એકદમ ઠંડુ છે અને તે રજાઓ ગાળવા માટે એક ઉત્તમ સ્થળ છે.

નૈનિતાલ જવાનું ભૂલતા નહીં
નૈનીતાલ દિલ્હી-NCRમાં રહેતા લોકો માટે ખૂબ જ સામાન્ય પર્યટન સ્થળ બની ગયું છે. ગરમી અને ભીડથી રાહત મેળવવી હોય તો નૈનીતાલથી થોડે દૂર રાણીખેત, ભીમતાલ કે અલમોડા જેવી જગ્યાએ જઈ શકો છો. આ સિવાય અહીંથી લગભગ એક કલાક દૂર રામગઢ આના કરતા પણ સારું ડેસ્ટિનેશન છે. આ જગ્યાની સુંદરતા તમને બિલકુલ નિરાશ નહીં કરે.

ધર્મશાલાના પણ ઘણા વિકલ્પો છે
શનિ-રવિમાં ઘણા લોકો મેકલોડગંજ, ધર્મશાલા અથવા ટ્રીઉન્ડ જેવા સ્થળોની મુલાકાત લેવાનું વિચારે છે. આ ત્રણેય ડેસ્ટિનેશન વીકેન્ડ પર લોકોથી ભરેલા હોય છે. તેથી તમે એક કલાક વધુ વાહન ચલાવીને પાલમપુર જઈ શકો છો. આ સિવાય તમે ખજિયાર કે પાર્વતી વેલીના પણ દર્શન કરી શકો છો. પ્રકૃતિપ્રેમીઓને આ બંને સ્થળો ખૂબ જ ગમે છે.

ડેલહાઉસીની જગ્યાએ ફરી આવો આ 2 સ્થળો
દિલ્હી-NCRના લોકોમાં ડેલહાઉસી પણ ખૂબ જ પ્રખ્યાત પર્યટન સ્થળ છે. ઉનાળામાં અહીં તમને ભરપૂર ભીડ જોવા મળશે. જો તમે તેનાથી એક કલાક આગળ મુસાફરી કરો છો, તો તમે ચંબા પહોંચી શકો છો. આ જગ્યા ખૂબ જ સુંદર છે. તમે ઈચ્છો તો પાલમપુર પણ જઈ શકો છો. સુંદરતાની વાત કરીએ તો આ જગ્યા દલહૌલીથી બિલકુલ ઓછી નથી.

આ સ્થળોથી આગળ ભુલાઈ જશે કસોલ
રખડપટ્ટી કરનારાઓ માટે પણ હવે કસોલ ખૂબ જ સામાન્ય બની ગયું છે. જો તમે કંઇક નવું એક્સપ્લોર કરવા માંગતા હોવ, સારા ફૂડ, શાંત વાતાવરણ અને સુરક્ષિત વાતાવરણમાં યાદગાર પળો વિતાવવા માંગતા હોવ તો તમે કસોલ પાસેના એક નાનકડા ગામમાં જઇ શકો છો. આ ગામ માત્ર સુંદર જ નહીં, પરંતુ બજેટ ફ્રેન્ડલી પણ છે. આ સિવાય તમે અહીંથી લગભગ 18 કિલોમીટર દૂર મલાના પણ જઇ શકો છો.