સુવિધા / ટ્રેનમાં વેન્ડર તમને બિલ નહીં આપે તો ખરીદેલી તમામ વસ્તુ ફ્રી થઈ જશે

If the vendor does not bill you on the train, everything purchased will be free

  • ટ્રેનોમાં વસ્તુની ખરીદી કરો છો અને વેન્ડર તમને તેનું બીલ નથી આપતો તો તે ખરીદેલી તમામ વસ્તુઓ ફ્રી થઈ જશે
  • ભારતીય રેલવેની ટ્રેનોમાં ખાદ્યપદાર્થોના ઓવરચાર્જિંગને રોકવા માટે ‘નો બિલ, નો પેમેન્ટ’ પોલિસી શરૂ કરી 
  • ટ્રેનમાં વસ્તુ વેચનાર કોઈ વેન્ડર તમને બિલ નહીં આપે તો ખરીદેલી તમામ વસ્તુ સંપૂર્ણપણે મફત થઈ જશે

Divyabhaskar.com

Dec 01, 2019, 02:49 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા યાત્રીઓ માટે સારા સમાચાર છે. જો તમે મુસાફરી દરમિયાન રેલવે સ્ટેશન પર અથવા ટ્રેનોમાં ખાવાનું અથવા વસ્તુ ખરીદી કરો છો અને વેન્ડર તમને તેનું બીલ નથી આપતો તો તે ખરીદેલી તમામ વસ્તુઓ ફ્રી થઈ જશે. ‘ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ’ (IRCTC)એ ટ્વીટ કરીને જાણકારી આપતા જણાવ્યું કે, ભારતીય રેલવેની ટ્રેનોમાં ખાદ્યપદાર્થોના ઓવરચાર્જિંગને રોકવા માટે ‘નો બિલ, નો પેમેન્ટ’ પોલિસી શરૂ કરી છે. જેના અંતર્ગત સ્ટેશન અથવા ટ્રેનમાં વસ્તુ વેચનાર કોઈ વેન્ડર તમને બિલ નહીં આપે તો ખરીદેલી તમામ વસ્તુ સંપૂર્ણપણે મફત થઈ જશે.

રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં વેન્ડરોની મનમાનીની ફરિયાદો ઉઠી હતી. સામાન્ય રીતે વેન્ડરો પાણીની બોટલની કિંમત કરતા વધારે પૈસા વસૂલતા હતા અને ખાવાની વસ્તુને લઈને ઘણી જગ્યાએ કોઈ ફિક્સ ભાવ નહોતા. રેલવે દ્વારા નો બીલ, નો પેમેન્ટની પોલિસી અપનાવીને વેચાણકર્તાઓ દ્વારા ગ્રાહકોને બીલ આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ટ્રેન અથવા રેલવે પ્લેટફોર્મ પર જો કોઈ વેચાણકર્તા તમાને બિલ ન આપે તો તમારે તેને પૈસા ચૂકવવાની જરૂર નથી.

X
If the vendor does not bill you on the train, everything purchased will be free

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી