• Home
  • Lifestyle
  • Travel
  • Holiday Homes will be able to provide low cost accommodation compare to hotels, government employees can stay with their guests

સુવિધા / હોલિડે હોમ્સમાં હોટલથી બહુ ઓછી કિંમતે રહેવા-જમવાની વ્યવસ્થા, સરકારી કર્મચારીઓ સાથે તેમના મહેમાન પણ રોકાઈ શકશે

Holiday Homes will be able to provide low-cost accommodation compare to hotels, government employees can stay with their guests

Divyabhaskar.com

Aug 09, 2019, 12:55 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ પોસ્ટ ઓફિસે દેશભરમાં તેનાં હોલિડે હોમ્સની સૂચિ બહાર પાડી છે. લોકપ્રિય પર્યટક સ્થળ પર બનાવવામાં આવેલાં આ હોલિડે હોમ્સમાં રહેવાની સાથે જમવાની પણ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. હોલિડે હોમ્સની સુવિધા ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ હોય છે.

આ શહેરોમાં હોલિડે હોમ્સ છે
કન્યાકુમારી, જમ્મુ, શિમલા, તિરુમાલા, કાઝીરંગા નેશનલ પાર્ક, ગુવાહાટી, રાજગીર, સોમનાથ મંદિર, કુરુક્ષેત્ર, ડેલહાઉસી, ઉધમપુર, રાજાજીનગર, ગુરુવયુર, લોનાવાલા, ઔરંગાબાદ, મહાબળેશ્વર, ઇટાનગર, પુરી, ચંદીગઢ, ઉદેપુર, અજમેર, પોંડીચેરી, તામબરમ અને રામેશ્વરમાં હોલિડે હોમ્સ બનેલાં છે.

બુકિંગ કોણ કરાવી શકે?
આ હોલિડે હોમ્સ સાંસદ, કેન્દ્રીય કર્મચારીઓ, રાજ્ય કર્મચારીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓના રહેવા માટે છે. તેમની સાથે તેમના મહેમાન પણ રોકાઈ શકશે.

રૂમ બુક કરાવવા માટે 30થી 60 દિવસની અંદર અરજી કરવાની હોય છે. એક સરકારી કર્મચારીના નામે માત્ર 1 રૂમ બુક થશે.

આ સુવિધાઓ મળશે
હોલિડે હોમ્સમાં જ્યારે કોઈ સરકારી કર્મચારી અથવા વીઆઈપી રોકાય તો સ્ટાફ તેને એક ટોઇલેટ સોપ, ટોવેલ, ચાદર, ઓશિકાંનું કવર અને ટોઇલેટ પેપર રોલ ઉપયોગ માટે આપ છે. કેટરિંગ ચાર્જ અલગ છે. હોલિડે હોમ્સમાં ડોરમેટરી, 4 બેડ નોન એસી રૂમ, 4 બેડ એસી રૂમ, ડબલ બેડ એસી રૂમ અને વીઆઇપી રૂમ લઈ શકાય છે.

ભાડું કેટલું?
હોલfડે હોમ્સમાં સાંસદ માટેનો ચાર્જ ફક્ત 150 રૂપિયા છે. જ્યારે કેન્દ્રીય કર્મચારી માટે કિંમત રૂ.150 થી 900 સુધી છે. રાજ્યના કર્મચારીએ 300થી 1800 રૂપિયા ચૂકવવા પડશે. જો કોઈ મહેમાન પણ તમારી સાથે જાય તો તમારે તે માટે વ્યક્તિ દીઠ 300થી 2700 રૂપિયા ચૂકવવા પડશે. વધુ માહિતી અથવા બુકિંગ માટે https://holidayhomes.nic.in/ અહીં ક્લિક કરો

X
Holiday Homes will be able to provide low-cost accommodation compare to hotels, government employees can stay with their guests
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી