Divyabhaskar.com
Nov 27, 2019, 03:25 PM ISTટ્રાવેલ ડેસ્કઃ લેહ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બનાવવામાં આવી રહેલી 8.8 કિલોમીટરની રોહતાંગ ટનલ આગામી છ મહિનામાં કાર્યરત થઈ જશે. શુક્રવારે આ માહિતી આપતાં સત્તાવાર પ્રવક્તાએ કહ્યું કે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરને શુક્રવારે નવી દિલ્હીમાં એક બેઠક દરમિયાન કહ્યું કે આવતા વર્ષે મે સુધી આ ટનલની કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. દેશની સૌથી લાંબી રોડ ટનલમાંની એક રોહતાંગ ટનલ હિમાલયની પૂર્વીય પીર પંજલ રેન્જમાં રોહતાંગ પાસ હેઠળ 10,171 ફૂટની ઊંચાઇએ બનાવવામાં આવી રહી છે.
આ મનાલી અને લાહૌલ-સ્પિતીના આદિજાતિ જિલ્લાના આદિજાતિ જીલ્લાના વહીવટી કેન્દ્ર કેલાંગ વચ્ચેનું અંતર લગભગ 45 કિલોમીટર ઘટાડશે. રોહતાંગ હિમાચલ પ્રદેશના ટોપ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં રોહતાંગ પણ ગણાય છે. અહીં જૂન મહિનામાં પ્રવાસીઓનો મોટો ધસારો રહે છે. ડિસેમ્બરમાં શિયાળા દરમિયાન ભારે બરફવર્ષા પછી તે બંધ થઈ જાય છે અને જૂનમાં ફરી પ્રવાસીઓ માટે ખુલે છે.
રોહતાંગ પાસ મનાલીથી લગભગ 51 કિલોમીટર દૂર પીર પંજલ રેન્જ પર એક ડુંગરાળ માર્ગ છે. આ માર્ગ કુલ્લુ ખીણને લાહૌલ-સ્પિતી સાથે જોડે છે. આ રૂટ પર પ્રથમ વખત ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ માર્ગ ફક્ત મે અને નવેમ્બરની વચ્ચે જ ખુલે છે. બાકીનો સમય બરફના થીજી જવાને કારણે બંધ કરવો પડે છે. અચાનક બરફવર્ષાને કારણે આ માર્ગ જોખમી માનવામાં આવે છે. જૂના સમયમાં આ માર્ગનો ઉપયોગ વેપાર માટે થતો હતો.