ટૂર / હેરિટેજ ટ્રેન પેલેસ ઓન વ્હીલ્સનો પ્રવાસ શરૂ થયો, એક રાતનું ભાડું 43 હજાર રૂપિયા

Heritage Train Palace on Wheels tour started, one night fare Rs 43 thousand

Divyabhaskar.com

Sep 05, 2019, 04:31 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ દેશભરમાં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરતી હેરિટેજ ટ્રેન પેલેસ ઓન વ્હિલ્સ 4 સપ્ટેમ્બરથી સિઝનના પહેલા પ્રવાસ માટે રવાના થઈ છે. આ પ્રવાસની શરૂઆત 4 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી થઈ છે. સપ્ટેમ્બરથી એપ્રિલ સુધી ચાલનારી ભારતની આ પ્રથમ લક્ઝરી ટ્રેનની યાત્રા માટે સફદરજંગ રેલવે સ્ટેશનથી 20 મુસાફરો રવાના થયા હતા. પહેલાં સત્રમાં કુલ 46 મુસાફરો પ્રવાસ કરી રહ્યા છે. આ વખતે રોયલ પેલેસ ઓન વ્હીલ્સના રંગથી માંડીને કાર્પેટ સુધી બધું જ બદલાઈ ગયું છે. પ્રવાસીઓને નવો અનુભવ આપવા માટે મેનૂમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આ શાહી સવારીમાં પ્રવાસ માટે વ્યક્તિ દીઠ એક રાત્રિનું ભાડું 650 ડોલર એટલે કે આશરે 43,૦૦૦ રૂપિયા છે.

એક રાતનું ભાડું 43,000 રૂપિયા

આ ટૂરિસ્ટ ટ્રેન દિલ્હીથી જયપુર, સવાઇમાધોપુર, ચિત્તોડગઢ,, ઉદેપુર, જેસલમેર, જોધપુર, ભરતપુર, આગરા થઈને દિલ્હી આવશે. 7 રાત અને 8 દિવસની આ યાત્રા દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે અને રાજસ્થાન અને આગ્રા થઈને દિલ્હીમાં પૂરી થશે.
સંજીવ શર્મા અનુસાર, આ શાહી સવારીમાં પ્રવાસ માટે વ્યક્તિ દીઠ એક રાતનો ખર્ચ 650 ડોલર એટલે કે આશરે 43,૦૦૦ રૂપિયા છે. આ ભાડું સપ્ટેમ્બર, 2019 અને એપ્રિલ 2020 માટે છે.

આમાં મુસાફરોને ખાવા-પીવાથી લઇને મનોરંજનના તમામ સાધનો પૂરા પાડવામાં આવે છે. તેમજ મુસાફરોને વાઇ-ફાઇની સુવિધા પણ આપવામાં આવે છે.

મેનૂની વાત કરીએ તો, આ વખતે આ રોયલ ટ્રેનમાં મુસાફરો કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ, ભારતીય ભોજનનો આનંદ માણી શકે છે. સંજીવ શર્માએ કહ્યું કે, ‘મુસાફરોને તેમનું મનપસંદ ભોજન પણ પીરસવામાં આવશે.’

90% બુકિંગનો ટાર્ગેટ

રાજસ્થાન ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (RTDC) નવી દિલ્હીના જનરલ મેનેજર, સંજીવ શર્માએ જણાવ્યું કે, પેલેસ ઓન વ્હીલ્સને નવી રીતે શણગારવામાં આવી છે.
આ વખતે ટ્રેનમાં અંદર અને બહાર ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ વખતે આખી ટ્રેનમાં ઓરિએન્ટલ કાર્પેટ લગાવવામાં આવી છે. રોયલ ટ્રેનમાં બાથરૂમ ફિટિંગ નવી રીતે કરવામાં આવ્યું છે. તેમાં નાખવામાં આવેલાં ટાઇલ્સ અત્યાધુનિક છે.
ગયા વર્ષે ટ્રેનમાં 60% ઓક્યૂપન્સી રહી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 75% એડ્વાન્સ બુકિંગ થઈ ગયું છે. આ વખતે RTDCએ 90% બુકિંગનું લક્ષ્ય રાખ્યું છે.

X
Heritage Train Palace on Wheels tour started, one night fare Rs 43 thousand
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી