• Home
  • Lifestyle
  • Travel
  • GSRTC Announce 10% discount on AC Sleeper bus fares and 8% discount in Express bus fares

ઓફર / GSRTCની એસી-સ્લીપર બસના ભાડામાં 10% અને એક્સપ્રેસમાં 8% ડિસ્કાઉન્ટ

GSRTC Announce 10% discount on  AC-Sleeper bus fares and 8% discount in Express bus fares

  • ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે વેબસાઈટ પરથી બુકિંગ કરવું જરૂરી
  • રાજ્યનાં તમામ ડિવિઝન ઉપર આ ઓફર લાગુ કરવામાં આવી છે

Divyabhaskar.com

Jul 03, 2019, 10:04 AM IST

ટ્રાવેલ ડેસ્ક. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા યાત્રિકોએ માટે જુદી જુદી યોજનાઓ અમલમાં મુકાયી છે. રાજકોટ એસ.ટી ડિવિઝનમાં મુસાફરો માટે વોલ્વો અને એ.સી. સ્લીપર કેટેગરીની બસોમાં મુસાફરી કરવા પર 10 ટકા અને ગુર્જરનગરી અને એક્સપ્રેસ કેટેગરીની બસમાં યાત્રા કરવા પર સીધું જ 8 ટકા ડિસ્કાઉન્ટ મુસાફરોને મળશે. આ ઓફરનો લાભ લેવા ઈચ્છતા યાત્રિઓએ પ્રીમિયમ એટલે કે આંતરરાજ્ય બસ સર્વિસ અને રેગ્યુલર સર્વિસોમાં ઑફિશિયલ વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવાની રહેશે.

આ નવી સુવિધા રાજકોટ સહિત રાજ્યભરના એસ.ટીના યાત્રિકો માટે તારીખ 1 જુલાઈ 2019થી લાગુ કરી દેવામાં આવી છે. પ્રીમિયમ સર્વિસ જેવી કે વોલ્વો સીટર, વોલ્વો સ્લીપર, એ.સી સીટર અને એ.સી સ્લીપરના ટિકિટ બુકિંગ પર મુસાફરોને સીધું જ 10 ટકા વળતર મળશે. તેમજ રેગ્યુલર સર્વિસ જેવી કે એક્સપ્રેસ, ગુર્જરનગરી, નોન-એ.સી સ્લીપર ટિકિટ બુકિંગ પર યાત્રિકોને સીધું જ 8 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

X
GSRTC Announce 10% discount on  AC-Sleeper bus fares and 8% discount in Express bus fares
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી