• Home
  • Lifestyle
  • Travel
  • Goer launches quarantine package for passengers, starting at સ 1,400 for both cheap and expensive hotel stays

સુવિધા / ગોએરે મુસાફરો માટે ક્વોરન્ટિન પેકેજ લોન્ચ કર્યું, સસ્તી અને મોંઘી બંને હોટેલમાં રહેવા માટે પેકેજ ₹1,400થી શરૂ

Goer launches quarantine package for passengers, starting at સ 1,400 for both cheap and expensive hotel stays
X
Goer launches quarantine package for passengers, starting at સ 1,400 for both cheap and expensive hotel stays

  • આ પેકેજમાં કોચી, કન્નુર, બેંગલુરુ, દિલ્હી અને અમદાવાદની સસ્તી અને મોંઘી હોટેલ સામેલ છે.
  • આ પેકેજ ગોએર હોલિડે પેકેજ વેબસાઇટ પર જઇને લઈ શકાશે.

દિવ્ય ભાસ્કર

Jul 17, 2020, 10:05 AM IST

દિલ્હી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાવેલ કરીને આવતા લોકોને પણ થોડા દિવસ માટે ક્વોરન્ટિન રહેવું પડે છે. અજાણ્યા શહેરમાં આવવાથી કઈ હોટેલમાં રોકાવવું એ અંગે મુસાફરો મુંઝવણમાં રહેતા હોય છે. પરંતુ આ સમસ્યાને દૂર કરતા એરલાઇન કંપની ગોએરે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર માટે 'ક્વોરેન્ટાઇન પેકેજ' લોન્ચ કર્યું છે. આ પેકેજ હેઠળ એરલાઇન મુસાફરોને ક્વોરન્ટિન પિરિઅડ માટે પસંદગીના શહેરોમાં સસ્તી અને મોંઘી હોટેલ્સમાં મુસાફરોને રહેવા માટે રૂમ આપશે. આ માટે રૂમ ભાડું 1,400 રૂપિયાથી શરૂ થશે.

બુકિંગ માટે વેબસાઇટ પર ગોએર હોલિડે પેકેજમાં જાઓ

એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું કે, કોરોના વાઇરસ રોગચાળાની વચ્ચે કોઈ એરલાઇન કંપનીએ પ્રથમ વખત આવું પેકેજ ઓફર કર્યું છે. ગોએરની ઓફિશિયલ વેબસાઇટ પર હોલિડે પેકેજની લિંક પર ક્લિક કરીને આ પેકેજ વિશે વિગતવાર માહિતી મેળવી શકાય છે. ગોએરે કહ્યું કે, આ પેકેજ દેશના વિવિધ શહેરોમાં ભારત અથવા વિદેશથી આવતા મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. પેકેજ હેઠળ મુસાફરો પસંદગીની હોટેલ્સમાં ક્વોરન્ટિન રહી શકશે.

પેકેજમાં બજેટ અને ઘણા મોટા શહેરોની ખર્ચાળ હોટેલ્સ સામેલ છે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પેકેજમાં કોચી, કન્નુર, બેંગલુરુ, દિલ્હી અને અમદાવાદની સસ્તી અને મોંઘી હોટલો શામેલ છે. ક્વોરન્ટિન પેકેજ હેઠળ વ્યક્તિ દીઠ એક રાત રોકાવાનો ખર્ચ 1,400 રૂપિયાથી 5,900 રૂપિયા થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી