ઓફર / ગોએર 1, 420 રૂપિયામાં હવાઈ મુસાફરી કરવાની તક આપી રહી છે, 8 સપ્ટેમ્બર સુધી બુકિંગ કરી શકાશે

GoAir offers 420 rupees for air travel, bookings can be made by September 8

  • આવતા વર્ષે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો 'GoAir'તમને ખૂબ જ સસ્તા ભાવે એર ટિકિટ આપશે
  •  3થી 8 સપ્ટેમ્બર 2019 સુધી ટિકિટોના ખાસ સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે
  • તમામ નેટવર્કમાં તમે તમારી પસંદગીના સ્થળોની હવાઈ મુસાફરી કરી શકાશે

Divyabhaskar.com

Sep 04, 2019, 04:15 PM IST

ટ્રાવેલ ડેસ્ક. જો તમે આવતા વર્ષે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો 'GoAir'તમને ખૂબ જ સસ્તા ભાવે એર ટિકિટ આપશે. ગોએર એક નવી ઓફર લાવ્યું છે, જેના હેઠળ 3થી 8 સપ્ટેમ્બર 2019 સુધી ટિકિટોના ખાસ સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભાડાની શરૂઆત 1,020 રૂપિયાથી થશે. આ સમય દરમિયાન બુક કરવામાં આવેલી ટિકિટ પર 14 જાન્યુઆરી 2020થી 31 જુલાઈ 2020 સુધી 24 શહેરોમાં ફેલાયેલ ગોએરના તમામ નેટવર્કમાં તમે તમારી પસંદગીના સ્થળોની હવાઈ મુસાફરી કરી શકાશે.

ગોએરની 24 ડોમેસ્ટિક સ્થળો માટે ફ્લાઈટ છે, જેમાં અમદાવાદ, બાગડોગરા, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, દિલ્હી, ગોવા, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મૂ, કોચ્ચિ, કોલકાતા, કન્નૂર, લેહ, લદ્દાખ, લખનઉ, મુંબઈ, નાગપુર, પટના, પોર્ટ બ્લેયર, પુણે, રાંચી અને શ્રીનગર સામેલ છે.

ગોએર 300 કરતા વધુ દૈનિક ફ્લાઈટ ઉડાવે છે તથા 6 આંતરરાષ્ટ્રીય જગ્યાઓ માટે ફ્લાઈટ ઉપલબ્ધ છે. જેમાં ફૂકેટત, બેંગક, મસ્કત, દુબઈ, અબુ ધાબી અને માલે સામેલ છે. ગોએર અન્ય 2 આંતરરાષ્ટ્રીય જગ્યા માટે જલ્દીથી નવી ફ્લાઈટ શરૂ કરવાની તૈયારીમાં છે.

X
GoAir offers 420 rupees for air travel, bookings can be made by September 8
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી