• Gujarati News
  • Lifestyle
  • Travel
  • GoAir Launches New Scheme, Passengers Will Be Able To Book More Than One Seat In A Single PNR And Get Features Like Private Charter Plane

ન્યૂ સ્કીમ:ગોએરે નવી સ્કીમ કાઢી, મુસાફર એક જ PNRમાં એક કરતાં વધારે સીટ્સ બુક કરાવી પ્રાઇવેટ ચાર્ટર પ્લેન જેવી સુવિધાઓ મેળવી શકશે

દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોએર ત્રીજી એવી કંપની છે જે આ પ્રકારની સ્કીમ લઇને આવી છે
  • આ સ્કીમનું નામ GoFlyPrivate scheme રાખવામાં આવ્યું છે

કોરોના સંકટના સમયગાળામાં લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. કોરોના વાઇરસને કારણે ટ્રાવેલિંગની ડિમાન્ડ પણ ઘટી ગઈ છે. તેથી, આ નુકસાનની ભરપાઈ કરવા માટે એરલાઇન્સ અનેક પગલાં લઈ રહી છે. આવી સ્થિતિમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રાઇવેટ એરલાઇન્સ કંપનીઓ નવી-નવી સ્કીમ્સ લોન્ચ કરી રહી છે. આ ક્રમમાં ગોએરે પણ મુસાફરો માટે 'GoFlyPrivate' સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ એરલાઇન કંપની એક જ PNR પર એકસાથે ઘણી સીટ્સ બુક કરવાની સુવિધા આપી રહી છે. વિસ્તારા અને ઈન્ડિગો પછી ગોએર ત્રીજી એવી એરલાઇન કંપની છે જે આવી સ્કીમ લઈને આવી છે.

ઓછા ખર્ચમાં પ્રાઇવેટ પ્લેનની સુવિધા મળશે

એરલાઇને જણાવ્યું કે, આ રીતે કરવામાં આવેલા બુકિંગથી ગ્રાહક પ્રાઇવેટ ચાર્ટર પ્લેન કરતાં ઘણા ઓછા ખર્ચે ચાર્ટર પ્લેન જેવી પ્રાઇવસી મેળવી શકશે. ગોએરના મેનેજિંગ ડાયરેક્ટર જેહ વાડિયાએ જણાવ્યું કે, ગોએર ભારતની પહેલી એવી એરલાઇન છે જે કોઇ ચાર્ટર ફ્લાઇટની લિમિટ કોઇ એવી વ્યક્તિ સુધી પહોંચાડી રહી છે જેને અત્યારે તે પરવડી શકે તેમ નથી.

ઇન્ડિગોએ પણ આ સ્કીમ લોન્ચ કરી

તાજેતરમાં જ ઈન્ડિગોએ આ સ્કીમની જાહેરાત કરી હતી. કંપનીની '6E ડબલ સીટ' સ્કીમ અંતર્ગત કોરોના વાઇરસના રોગચાળા વચ્ચે વધારે સુરક્ષા મેળવવા માગતા લોકો એકસાથે બે સીટ્સ બુક કરાવી શકે છે. વધારાની સીટ માટેની ફી મૂળ બુકિંગ ખર્ચના 25% જેટલી હશે. આ સ્કીમ 24 જુલાઇથી અમલમાં છે.

ગોએરે ક્વોરન્ટિન પેકેજ પણ કાઢ્યું

તાજેતરમાં જ ગોએરે ક્વોરન્ટિન પેકેજ પણ લોન્ચ કર્યું છે. આ સ્કીમમાં મુસાફરો ગોએર દ્વારા કોચી, કન્નુર, બેંગલુરુ, દિલ્હી અથવા અમદાવાદમાં સસ્તી અથવા ફાઇવ સ્ટાર હોટેલ્સમાં પણ રૂમ બુક કરાવી શકશે. ઉત્તમ સુવિધાઓવાળા આ રૂમનું બુકિંગ 1,400 રૂપિયાથી શરૂ થાય છે.

અન્ય સમાચારો પણ છે...