• Home
  • Lifestyle
  • Travel
  • Goa opened for domestic tourists, 250 hotels sanctioned, corona negative report to be brought with tourists

કોરોના સંકટની વચ્ચે પર્યટન / ઘરેલુ પ્રવાસીઓ માટે ગોવા ખુલ્લું મૂકવામાં આવ્યું, 250 હોટેલોને મંજૂરી મળી, પર્યટકોઓ સાથે કોરોના નેગેટિવ રિપોર્ટ લાવવો પડશે

Goa opened for domestic tourists, 250 hotels sanctioned, corona negative report to be brought with tourists
X
Goa opened for domestic tourists, 250 hotels sanctioned, corona negative report to be brought with tourists

  • પર્યટન મંત્રી મનોહર અજગાંવકરે કહ્યું - પર્યટકોએ રાજ્યમાં પ્રવેશતાની સાથે સૌથી પહેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે
  • તેમણે કહ્યું- જે પર્યટકોની પાસે પણ આ ટેસ્ટ રિપોર્ટ નહીં હોય, તેમને સૌથી પહેલા કોરોનાની તપાસ કરાવવાની રહેશે

દિવ્ય ભાસ્કર

Jul 02, 2020, 06:09 PM IST

કોરોના સંક્રમણના પડકાર વચ્ચે 2 જુલાઈથી ગોવા ઘરેલુ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. રાજ્યના પર્યટન મંત્રી મનોહર અજગાંવકરે બુધવારે આ અંગે જાહેરાત કરી હતી. તેમણા જણાવ્યા પ્રમાણે, તેના માટે ગોવાના 250 હોટેલોને મંજૂરી આપવામાં આવી છે. 

મંત્રી મનોહરના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં પર્યટન માટે આવતા તમામ ટૂરિસ્ટોએ પોતાની સાથે કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ લાવવો જરૂરી છે. રાજ્યની સરહદ પર જ રિપોર્ટ ચેક કરવામાં આવશે. જે ટૂરિસ્ટોની પાસે કોરોના ટેસ્ટનો રિપોર્ટ નહીં હોય તેઓને રાજ્યમાં પ્રવેશતાની સાથે જ પહેલા તપાસ કરાવવાની રહેશે. 

રિપોર્ટ આવે ત્યાં સુધી આવા ટૂરિસ્ટોએ ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટિનમાં રહેવું પડશે. જો કોઈ પર્યટકનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો તેની પાસે બે ઓપ્શન હશે. પહેલો કે તેઓ પોતાના ઘરે જતાં રહે અને બીજું કે તેઓ ગોવામાં રહીને પોતાની સારવાર કરાવે. 

પહેલા જ હોટેલ બુક કરાવવાની રહેશે
મંત્રી મનોહરના જણાવ્યા પ્રમાણે, ગોવામાં મુસાફરી કરનારા ટૂરિસ્ટોએ અગાઉથી જ હોટેલ બુક કરાવવી પડશે. આ તે હોટેલ હોવી જોઈએ કે જેને રાજ્યના પર્યટન વિભાગ દ્વારા મંજૂરી મળી હોય. એલી હોટેલ અથવા સ્ટેહોમ જેમને સરકાર દ્વારા હજી સુધી શરૂ કરવા માટે મંજૂરી નથી મળી, તેમાં જો કોઈ પર્યટક રોકાશે તો તે ગુનો બનશે. 

ઓક્ટોબર સુધી ઈન્ટરનેશનલ ટૂરિસ્ટો આવશે
ગોવા સરકારે આશા વ્યક્ત કરી છે કે, ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ ટૂરિસ્ટો આવશે. તેના માટે ગોવાના દાબોલિમ એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટના સ્લોટ બુકિંગની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી