ઓફર / ગો એર ₹1,214માં એર ટિકિટ આપી રહી છે, 6 નવેમ્બર સુધી બુક કરાવી શકાશે

Go Air is offering air tickets for 1,214 rs., can be booked till November 6

Divyabhaskar.com

Nov 05, 2019, 04:03 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ લોકલ પ્રાઇવેટ એરલાઇન ગો એર તેની 14મી વર્ષગાંઠ પર એક ખાસ ઓફર લઈને આવી છે. એરલાઇને ડોમેસ્ટિક ફ્લાઇટ માટે 1,214 રૂપિયામાં ફ્લેશ સેલ ઓફર કર્યો છે. એ જ રીતે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 6,714 રૂપિયાના ભાડાંમાં પ્લેનમાં મુસાફરી કરવાની ઓફર લઇને આવી છે. એરલાઇન્સે કહ્યું કે, આ ઓફર ફક્ત 6 નવેમ્બર 2019 સુધી છે. એટલે કે, આ તારીખ સુધી જ બુકિંગ કરાવી શકાશે. જો કે, એરલાઇને સીટ્સની સંખ્યા વિશે માહિતી નથી આપી. આ ઓફર હેઠળ, 13 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2019 સુધી પ્રવાસ કરી શકાશે.

ગો એરે તેની વેબસાઇટ પર એમ પણ કહ્યું છે કે, આ વિશેષ ભાડું goair.in અથવા તેની મોબાઇલ એપ્લિકેશન પરના બુકિંગ પર પણ લાગુ પડે છે, જ્યારે ઓફર હેઠળ બુક કરાવેલ ટિકિટમાં કેન્સલેશન ફી સામાન્ય દરની જેમ લાગુ થશે. ગો એર 25 ડોમેસ્ટિક ડેસ્ટિનેશન્સ સાથે 8 ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સ પર પોતાની સર્વિસ આપે છે.

ગો એરે તેની વેબસાઇટ પર જણાવ્યું કે, આ ઓફર હેઠળ ગો એર આ ઓફરના કોઈપણ પાસાને આંશિક અથવા સંપૂર્ણ રદ/સુધારણા/બદલી કરવાનો અધિકાર અનામત રાખે છે. 17 ઓક્ટોબરના રોજ ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા મુજબ, ગત વર્ષના સમાન મહિનાની તુલનામાં આ સપ્ટેમ્બરમાં લોકલ ફ્લાઇટ પેસેન્જરનો ટ્રાફિક 1.18% વધ્યો છે.

X
Go Air is offering air tickets for 1,214 rs., can be booked till November 6
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી