• Home
  • Lifestyle
  • Travel
  • Go Air adds 12 more flights to its network, increasing frequency between Chandigarh Ahmedabad

સુવિધા / Go Airએ પોતાના નેટવર્કમાં વધુ 12 ફ્લાઇટ્સ ઉમેરી, ચંડીગઢ-અમદાવાદની વચ્ચેની ફ્રિક્વન્સી વધારી

Go Air adds 12 more flights to its network, increasing frequency between Chandigarh-Ahmedabad

  • આ ફ્લાઈટ્સની સાથે ગો-એરના નેટવર્કમાં 325 કરતા વધુ ફ્લાઈટ્સ જોડાઈ ગઈ છે
  • આ ફ્લાઈટ્સ રવિવાર સિવાય દરરોજ ઉડાન ભરશે

Divyabhaskar.com

Oct 04, 2019, 12:23 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ભારતીય લો કોસ્ટ એરલાઈન કંપની ‘Go Air’ તેના નેટવર્કમાં વધુ 12 ફ્લાઇટ્સ ઉમેરીને ચંડીગઢ-દિલ્હી અને ચંડીગઢ-અમદાવાદની વચ્ચેની ફ્રિક્વન્સીને વધારી દીધી છે. સત્તાવાર રીતે જાહેરાત કરીને ફ્લાઈટ્સમાં ચંડીગઢ-દિલ્હી તેમજ અમદાવાદ-ચંડીગઢની વચ્ચે બે-બે ફ્લાઈટ્સ વધારી દીધી છે.

અન્ય જાહેર કરવામાં આવેલ ફ્લાઈટ્સમાં લખનઉ-અમદાવાદ અને કોલકાતા-લખનઉની બે-બે ફ્લાઈટ્સ ઉમેરવામાં આવી છે, જ્યારે કોલકાતા-ગુવાહાટીની વચ્ચે ચાર ફ્લાઈટ્સ જોડવામાં આવી છે. આ ફ્લાઈટ્સની સાથે ગો એરના નેટવર્કમાં 325 કરતાં વધુ ફ્લાઈટ્સ જોડાઈ ગઈ છે.

ગો એરની ફ્લાઈટ નંબર G8-184 દિલ્હીથી સવારે 9.50 કલાકે ઉડાન ભરશે અને 11.10 કલાકે ચંડીગઢ પહોંચશે. જ્યારે ફ્લાઈટ નંબર G8-164 ચંડીગઢથી રાતે 10.50 પર ઉડાન ભરીને રાતે 12.20 કલાકે દિલ્હી પહોંચશે. આ ફ્લાઈટ્સ રવિવાર સિવાય દરરોજ ઉડાન ભરશે અને તેનું ભાડું 1,707 રૂપિયાથી શરૂ થશે.

તો બીજી તરફ ફ્લાઈટ નંબર G8-184 અમદાવાદ માટે ચંડીગઢથી સવારે 11.50 કલાકે ઉડાન ભરશે અને બપોરે 1.55 કલાકે પહોંચશે. ફ્લાઈટ નંબર G8 -164 અમદાવાદથી રાતે 8.10 કલાકે ઉડાન ભરશે અને ચંડીગઢ રાતે 10.10 પર પહોંચશે. આ ફ્લાઈટ્સ નોન સ્ટોપ હશે. આ ફ્લાઈટનું ભાડું 3,074 રૂપિયાથી શરૂ થશે. જાહેર કરવામાં આવેલી આ તમામ ફ્લાઈટ્સ 5 ઓક્ટોબરથી શરૂ થશે.

X
Go Air adds 12 more flights to its network, increasing frequency between Chandigarh-Ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી