હવેથી ઓનલાઈન ટિકિટ બુકિંગ કંપનીઓ તેમની ઈચ્છા મુજબ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ નહીં આપી શકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન બુકિંગ કંપનીઓ તમની ઈચ્છા મુજબ તમને ટ્રાવેલ ઈન્શ્યોરન્સ નહીં આપી શકે
  • 90 દિવસ પહેલા ઓનલાઈન ખરીદવામાં આવેલી ટિકિટની સાથે ઈન્શ્યોરન્સ ખરીદી નહીં શકાય
  • ઈરડા દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું

ટ્રાવેલ ડેસ્ક. હવે ઓનલાઈન બુકિંગ કંપનીઓ તમની ઈચ્છા મુજબ તમને ટ્રાવેલ ઈન્શ્યોરન્સ નહીં આપી શકે. જો તમે ઈન્શ્યોરન્સ લેવા માગતા હોય તો જ તમને ઈન્શ્યોરન્સ આપવામાં આવશે. ઓનલાઈન ટિકિટ બુકિંગ પોર્ટલ અને એપ્લિકેશન દ્વારા દબાણ પૂર્વક મુસાફરોને ટ્રાવેલ ઈન્શ્યોરન્સ આપવા પર નિયંત્રણ મૂકવા માટે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ આ નિર્ણય લીધો છે. આ નિયમ 1 ઓક્ટોબર મંગળવારથી લાગૂ થશે. 

મુસાફરો ઈન્શ્યોરન્સનો ઓપ્શવ પસંદ કરશે

શું છે સૂચના
ઈરડાએ વીમા કંપનીઓને સૂચના આપી છે કે, ઓનલાઈન ટિકિટ પોર્ટલ પર ઈન્શ્યોરન્સનો ઓપ્શન પહેલાથી પસંદ થયેલ નથી તે વાતની ખાતરી કરી લેવી. સાથે એ પણ સૂચના આપવામાં આવી છે કે જ્યારે 90 દિવસ પહેલા ઓનલાઈન ખરીદવામાં આવેલી ટિકિટની સાથે ઈન્શ્યોરન્સ ખરીદી નહીં શકાય. 

આ નિયમ 1 ઓક્ટોબર મંગવારથી લાગૂ 
ઈરડા દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું, 'વીમો લેનાર નક્કી કરશે કે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરનાર કોઈ પણ પોર્ટલ અથવા એપ ડિફોલ્ટ કવર તરીકે ટ્રાવેલ કવર ખરીદવાના વિકલ્પને પસંદ કરશે નહીં. પરિપત્ર તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ માપદંડોનું પાલન નહીં કરનારા તમામ સમૂહ વીમા વ્યવસ્થાને પણ 1 ઓક્ટોબર 2019થી લાગુ કરવામાં આવ્યા છે.'

અન્ય સમાચારો પણ છે...