• Home
  • Lifestyle
  • Travel
  • From April to September, the capital was delayed by 18 per cent and centenary trains by 9 per cent

રેલવે / એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રાજધાની 18 ટકા અને શતાબ્દી ટ્રેન 9 ટકા મોડી પડી છે

From April to September, the capital was delayed by 18 per cent and centenary trains by 9 per cent

  • ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 44 ટકા ગરીબ રથ એક્સપ્રેસ અને 53 ટકા સુવિધા એક્સપ્રેસ ટ્રેન લેટ થઈ
  • એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન મેલ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેન ક્રમશઃ 26 ટકા અને 29 ટકા લેટ થઈ

Divyabhaskar.com

Oct 31, 2019, 10:52 AM IST

ટ્રાવેલ ડેસ્ક. ચાલુ નાણાકીય વર્ષમાં પહેલાં 6 મહિનામાં રાજધાની ટ્રેનમાં 18 ટકા અને શતાબ્દી ટ્રેન 9 ટકા મોડી પડી છે. ‘રાઈટ ટૂ ઈન્ફોર્મેશન’(RTI)ના જવાબમાં આ વાત સામે આવી છે કે, નાણાકીય વર્ષ 2018-19માં 23 ટકા રાજધાની ટ્રેન અને 13 ટકા શતાબ્દી ટ્રેન મોડી પડી હતી. ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 44 ટકા ગરીબ રથ એક્સપ્રેસ મોડી ઊપડી છે અને 53 ટકા સુવિધા એક્સપ્રેસ ટ્રેન મોડી પડી છે.

વર્તમાન નાણાકીય વર્ષ સપ્ટેમ્બર સુધી રેલવેની મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેન ક્રમશ 26 ટકા અને 29 ટકા મોડી પડી છે. આંકડામાં દર્શાવ્યા પ્રમાણે, રેલવે ગરીબ રથ એક્સપ્રેસના પર્ફોર્મન્સને મેનેજ કરવામાં સફળ રહી છે. તેનું પર્ફોર્મન્સ 2018-19માં 60 ટકા વધીને 65 ટકા થઈ ગયું છે.

જો કે, આ દરમિયાન સુવિધા ટ્રેનોનું પર્ફોર્મન્સ અગાઉના નાણાકીય વર્ષમાં 64.87 ટકા ઘટીને 47 ટકા પર આવી ગયું છે. આવી જ રીતે 2018-19માં 69.23 ટકા મેલ અને એક્સપ્રેસ ટ્રેનો સમય પર ઊપડી, જ્યારે પેસેન્જર ટ્રેનોનું પર્ફોર્મન્સ 68 ટકા રહ્યું.

‘કમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ઓફ ઈન્ડિયા’ (CAG)ના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ગત વર્ષે ટ્રેનો મોડી ઊપડવાનું કારણ સ્ટેશનોનું રિડેવલપમેન્ટ પ્લાન હતું. તાજેતરમાં રેલવે ટ્રેનોમાં સિસ્ટમ લિંકિંગની વ્યવસ્થા લાગુ કરી છે. ISRO દ્વારા સેટેલાઈટથી ટ્રેનોને રિઅલ ટાઈમ અપડેટ કરવામાં આવી છે, જેથી ટ્રેનો સમય પર ઊપડી શકે.

રેલવેની સહાયક કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા ચલાવવામાં આવતી પહેલી ખાનગી ટ્રેન દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ થોડા દિવસ પહેલાં ત્રણ કલાક મોડી પડી હતી, જેના કારણે મુસાફરોને 1.62 લાખ રૂપિયાનું વળતર આપવું પડ્યું હતું.

X
From April to September, the capital was delayed by 18 per cent and centenary trains by 9 per cent
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી