ટિપ્સ / ચોમાસુ વેકેશનનો ભરપૂર આનંદ ઉઠાવવા માટે ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો

for monsoon vacation to enjoy follow this tips

  • ચોમાસાનો ભરપૂર આનંદ ઉઠાવવા માટે સિન્થેટિક કપડાં પહેરવાં
  • વેકેશન પર જતાં પહેલાં દવાઓ સાથે રાખવાનું કદી ભૂલવું નહીં

 

Divyabhaskar.com

Jul 09, 2019, 07:20 PM IST

ટ્રાવેલ ડેસ્ક. વેકેશનમાં અલગ- અલગ સ્થળોએ ફરવાની વાત જ કંઈક અલગ હોય છે. પછી તે કોઈપણ સિઝન કેમ ન હોય. તેમાં પણ ચોમાસાની ઋતુમાં ફરવાનો પ્લાન બનાવતા હો અને વરસાદી માહોલનો ભરપૂર આનંદ ઉઠાવવા માગતા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. નહીં તો ફરવાની મજા ખરાબ થઈ શકે છે. તેવામાં જરૂરી છે કે વરસાદી વાતાવરણમાં ફરવા જતાં પહેલાં મહત્ત્વની એવી આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જેથી કરીને તમે ચોમાસામાં ફરવાનો ભરપૂર આનંદ ઉઠાવી શકો છો.

ચોમાસાની ઋતુમાં કોઈપણ સ્થળે ફરવા જતાં પહેલાં તમારું ચેકલિસ્ટ તૈયાર કરી લેવું. જો ચેકલિસ્ટ બની ગયું હોય તો ઘરેથી નીકળતાં પહેલાં પેક કરેલી બેગને ફરી એકવાર ક્રોસ ચેક કરી લેવી. તે સિવાય ધ્યાન રાખવું કે વરસાદની સિઝનમાં તમે ફરવા જઈ રહ્યાં છો એટલે કપડાં સિન્થેટિક રાખવાં. વેકેશન પર જતી વખતે દવાઓ સાથે રાખવાનું કદી ભૂલવું નહીં. સાથે જો તમને કોઈ વસ્તુની સમસ્યા છે તો તેને સંબંધિત ઘરેલુ નુસખા કે જે પણ દવાઓ હોય તે સાથે રાખવી.

મોનસુન વેકેશનમાં કોઈપણ સ્થળે ફરવા જાઓ ત્યારે સ્ટ્રીટ ફૂડ ખાવાથી દૂર રહેવું. સાથે રેનકોટ, છત્રી અને હેર ડ્રાયર રાખવું. જેથી વરસાદમાં વાળ ભીના થઈ જાય તો તમે તેને સરળતાથી સૂકવી શકો અને શરદીથી બચી શકો છો. તેમજ વેકેશન પર જો ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લઈ જઈ રહ્યાં હો તો તેના ઉપર વોટરપ્રૂફ કવર રાખવાનું ન ભૂલવું. કોઈપણ જગ્યાએ પહોંચ્યા પછી તમારે ત્યાંથી થોડેક દૂર અથવા બીજા કોઈ સ્પોટ પસંદ કરવાનાં હોય તો વરસાદ વિશે સોશિયલ સાઈટ્સ અથવા વૈધર એપ્લિકેશન પરથી જાણકારી મેળવી લેવી, જેથી તમને રસ્તામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય.

X
for monsoon vacation to enjoy follow this tips

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી