ઈનોવેશન / ફ્લાઈંગ-વી એરક્રાફ્ટ એવું પહેલું વિમાન, જેના વિંગ્સમાં બેસીને મુસાફરી કરી શકાશે

Flying-V Aircraft is the first aircraft to travel in its wings
X
Flying-V Aircraft is the first aircraft to travel in its wings

  • આ એરબસ A350-900 કરતા 20% ઓછુ ઈંધણ વાપરે છે, તેની પેસેન્જર ક્ષમતા A350 જેટલી જ હશે
  • ફ્લાઈંગ-વી એરક્રાફ્ટમાં કેરોસીનનો પણ ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાશે
  • આ વિમાનમાં પેસેન્જર કેબિન, ફ્લૂઅલ ટેન્ક અને લગેજ સ્પેસ બધું જ તેના વિંગ્સમાં છે

Divyabhaskar.com

Jun 06, 2019, 11:34 AM IST

ટ્રાવેલ ડેસ્ક. ડચ એરલાઈન્સ KLMએ 'ડેલ્ફ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી' સાથે મળીને એક વી-શેપનું એરક્રાફ્ટ તૈયાર કર્યું છે, જે દેખાવમાં ગિબસન ગિટાર સાથે મળતું આવે છે. તેને 'ફ્લાઈંગ-વી એરક્રાફ્ટ' એવું નામ આપવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટની ખાસ બાબત એ છે કે, તેમાં મુસાફરો વિંગ્સમાં બેસીને સફર કરશે જે હાલની વિમાન બેઠક વ્યવસ્થાથી બિલ્કુલ વિપરિત છે. તેના નિર્માતાઓનું કહેવું છે કે, આ પ્લેન હાઈ એનર્જી એફિશિઅન્ટ છે. વજનમાં પણ હલ્કુ અને એરોડાયનામિક આકારનું હોવાથી લાંબા અંતરની મુસાફરી માતે તે વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે. 

1

ફ્યૂચરિસ્ટિક એરક્રાફ્ટ

ફ્યૂચરિસ્ટિક એરક્રાફ્ટ

આ ખાસ પ્રકારનાં ફ્લાઈંગ-વી એરક્રાફ્ટની ડિઝાઈન પાછળ ટીયુ બર્લિનનાં વિદ્યાર્થી જસટસ બેનાડનો વિચાર જોડાયેલો છે, તેણે વર્ષ 2015માં પોતાના અભ્યાસમાં પ્રોજેક્ટના રૂપમાં આ ફ્યૂચરિસ્ટિક એરક્રાફ્ટની ડિઝાઈન તૈયાર કરી હતી. 

2

314 મુસાફરો બેસી શકે તેટલી ક્ષમતા

314 મુસાફરો બેસી શકે તેટલી ક્ષમતા

કેએલએમ એરલાઈન્સનું કહેવું છે કે, આ વિમાન દેખાવમાં ભલે એરબસ A350-900 કરતાં નાનું અને વજનમાં હલ્કુ પણ છે, છતાં આ વિમાન A350 ની ક્ષમતા જેટલું જ લગેજ (160m3 કાર્ગો સ્પેસ) અને 314 મુસાફરોને લઈને સરળતાથી ઉડાન ભરી શકે છે. 

3

4

5

A350 કરતાં 20 ટકા ઓછુ ઈંધણ વપરાશે

A350 કરતાં 20 ટકા ઓછુ ઈંધણ વપરાશે

કેએલએમ એરલાઈન્સના જણાવ્યા મુજબ આ એરક્રાફ્ટ એનર્જી એફિશિઅન્ટ છે. તેના એરોડાયનામિક શેપના કારણે અને વજનમાં હલ્કુ હોવાથી હાલના સૌથી મોટા એડવાન્સ એરક્રાફ્ટ A350 કરતાં 20 ટકા ઓછુ ઈંધણ વપરાશે.

6

એરક્રાફ્ટનું ઈન્ટિરિઅર પણ વજનમાં હલ્કું

એરક્રાફ્ટનું ઈન્ટિરિઅર પણ વજનમાં હલ્કું

આ એરક્રાફ્ટની અંદરની ડિઝાઈન જેમ કે સીટ, બાથરૂમ સહિત અન્ય વસ્તુઓ પણ ખાસ પ્રકારે વજનમાં હલ્કા બનાવવામાં આવ્યા છે. જેથી નવા આકારમાં ડિઝાઈન થયેલા એરક્રાફ્ટને વધુમાં વધુ ફ્યુઅલ એફિશિઅન્ટ બનાવી શકાય. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી