તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉન 3.0ની વચ્ચે ભારતીય રેલવે બાદ હવે ઈન્ડિયન એરલાઈન પણ પોતાની સેવાઓ જલ્દી શરૂ કરવા જઈ રહી છે. જાણકારીના અનુસાર, 17મે લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારબાદ કેટલીક ફ્લાઈટ શરૂ કરવામાં આવી શકે છે. જો કે, કોરોના મહામારીને કારણે નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, હવે ઓછા અંતરની મુસાફરી પર ક્રૂ મેમ્બર ફૂડ નહીં આપે. તેમજ દરેક પેસેન્જરે પોતાના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે, જેથી તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી મળી શકે
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, સિવિલ એવિએશન સિક્યોરિટી બ્યુરો અને સિવિલ એવિએશનના ડિરેક્ટર જનરલ સોમવારે મુખ્ય એરપોર્ટની મુલાકાત લેશે. આ દરમિયાન ફ્લાઈટની ઉડાનોને લઈને અંતિમ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.
A joint team (DGCA, Bureau of Civil Aviation Security Office, Airports Authority of India, Delhi International Airport Limited, CISF) under Ministry of Civil Aviation visited Delhi airport before the resumption of flights and took a detailed note of preparedness.
— ANI (@ANI) May 11, 2020
2 કલાકની મુસાફરી માટે ફૂડ નહીં મળે
પહેલા તબક્કામાં 25 ટકા વિસ્તારને કવર કરવામાં આવશે. તો બીજી તરફ કોરોના મહામારીને અટકાવા માટે ફ્લાઈટમાં ફૂડ નહીં આપવાનું સૂચન આપવામાં આવ્યું છે. બે કલાકથી ઓછા સમયની મુસાફરી પર ખાવાનું આપવામાં આવશે નહીં.
આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી
ફ્લાઇટમાં મુસાફરી કરનારાઓએ તેમના મોબાઇલ પર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી છે, જેથી કોવિડ-19ના દર્દીઓને ટ્રેક કરી શકાય. જો તમે એપ ડાઉનલોડ નહીં કરી હોય તો ફ્લાઈટમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. ટ્રેનોમાં મુસાફરી કરવા માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી નથી. જનરલ અને સેકન્ડ ક્લાસ પેસેન્જરને ધ્યાનમાં રાખતા સરકારે આ છૂટ આપી છે કેમ કે, જરૂરી નથી આ કોચમાં મુસાફરી કરતા તમામ પેસેન્જરની પાસે સ્માર્ટફોન હોય.
ફ્લાઈટ સેવાઓ ક્યારે બંધ થઈ હતી?
DGCA (ડિરેક્ટર જર્નલ ઓફ સિવિલ એવિએશન)એ 19 માર્ચના રોજ જાહેરાત કરી હતી કે 23 માર્ચે રાત્રે 1.30 વાગ્યે ભારતમાં કોઈ ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ ઉડાન નહીં ભરે. ડોમેસ્ટિક ફ્લાઈટ 24 માર્ચથી બંધ છે.
રેલવે દ્વારા ટ્રેન ચલાવવાની જાહેરાત બાદ DGCAએ 17 મે બાદ કેટલીક ફ્લાઈટ સેવા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રેલવે 12મેથી 15 પેસેન્જર ટ્રેન દોડાવશે. એસી ક્લાસની આ ટ્રેનોમાં સીટોનું ઓનલાઈન બુકિંગ સોમવારથી શરૂ થશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.