• Home
  • Lifestyle
  • Travel
  • Emirates Corona will bear the medical and quarantine expenses of the positive person, the offer is valid till October 31.

સુવિધા / એમિરેટ્સ કોરોના પોઝિટિવ વ્યક્તિનો મેડિકલ અને ક્વોરન્ટિન ખર્ચ ઉઠાવશે, ઓફર 31 ઓક્ટોબર સુધી લાગુ

Emirates Corona will bear the medical and quarantine expenses of the positive person, the offer is valid till October 31.
X
Emirates Corona will bear the medical and quarantine expenses of the positive person, the offer is valid till October 31.

  • મુસાફરોએ ટ્રાવેલિંગ પહેલા કોઈ ફોર્મ ભરવાનું નહીં રહે
  • એમિરેટ્સ 1.3 કરોડ રૂપિયાનો મેડિકલ ખર્ચ ઉઠાવશે

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 05:25 PM IST

દિલ્હી. એરલાઇન કંપની એમિરટ્સે કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને તેના મુસાફરોનો વિશ્વાસ વધારવા એક સ્પેશિયલ ઓફર કાઢી છે. એમિરટ્સે જાહેરાત કરી છે કે, તે તેના મુસાફરોનો કોવિડ-19 મેડિકલ અને ક્વોરન્ટિન ફેસિલિટીનો ખર્ચ ઉઠાવશે. આ સુવિધા એ તમામ ક્લાસના મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે જે એમિરેટ્સની ફ્લાઇટમાં મુસાફરી કરશે. દુબઈની આ એરલાઇન કંપનીએ કહ્યું કે, તે દરરોજ 1.50 લાખ યુરો એટલે કે લગભગ 1.3 કરોડ રૂપિયા અને દિવસના 100 યુરો એટલે કે દિવસના રૂ.8,691.10નો તબીબી ખર્ચ ઉઠાવશે. ક્વોરન્ટિન ખર્ચ 14 દિવસ માટે હશે.

31 દિવસ માટે કવર મળશે
આ સુવિધા ફક્ત એ જ મુસાફરો માટે ઉપલબ્ધ હશે જેને એમિરેટ્સની ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ હોવા વિશેની જાણકારી મળશે. કંપનીએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, આ કવર તત્કાલરૂપે એ તમામ મુસાફરોને લાગુ પડે છે જેઓ એમિરેટ્સની ફ્લાઇટથી મુસાફરી કરી રહ્યા છે. આ કવર ફક્ત 31 ઓક્ટોબર 2020 સુધી મળશે. એટલે કે આ કવર 31 ઓક્ટોબરની અંદર મુસાફરી કરનાર કોવિડ-19 પોઝિટિવ મુસાફરો માટે હશે. આ ઉપરાંત, આ સ્કીમમાં એમિરેટ્સની ફ્લાઇટથી મુસાફરી કર્યા બાદ મુસાફર 31 દિવસની અંદર જ્યાં મુસાફરી કરશે ત્યાં પણ તેમને આ કવરનો લાભ મળશે.

ટ્રાવેલિંગ પહેલા કોઈ ફોર્મ ભરવાનું નહીં રહે
એરલાઇનના જણાવ્યા અનુસાર, આ માટે મુસાફરોએ મુસાફરી કરતા પહેલા કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. તેમજ, કોઈ મુસાફર આ કવરનો લાભ લેવા માટે બંધાયેલા પણ રહેશે નહીં.

બુકિંગ પોલિસીમાં પણ ફેરફાર
​​​​​​​નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરી દરમિયાન કોવિડ-19 ચેપ વિશે જાણ્યા પછી મુસાફરોએ ડિડેકેટેડ હોટલાઇન દ્વારા મદદ અને કવરનો ક્લેમ કરવા માટે સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત, અન્ય દેશો માટે બોર્ડર ખૂલ્યા પછી કંપનીએ પણ તેની બુકિંગ પોલિસીમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવી પોલિસી હેઠળ મુસાફરોને બુકિંગ માટે વધુ રાહત મળી શકશે. જેથી, તેઓ તેમની અનુકૂળતા મુજબ તેમનું ટ્રાવેલિંગ પ્લાન કરી શકે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી