રેલવે / ભગવાન જગન્નાથની રથયાત્રા માટે 194 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે

East railway will be run 194 special trains  for Lord Jagannath's Rath Yatra puri

  • પૂર્વ કોસ્ટ રેલવે દ્વારા 4થી 13 જુલાઈ સુધી આ ટ્રેનોનું સંચાલન કરાશે
  • રથયાત્રા માટે સ્પેશિયલ એપ 'ઈસીઓઆર યાત્રા' પણ લોન્ચ કરવામાં આવી

Divyabhaskar.com

Jun 27, 2019, 03:39 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન પુરી જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ 194 ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ કોસ્ટ રેલવે (ઈસીઓઆર)નાં ખુર્દા રોડ ડિવિઝન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા જારી કરાયેલી માહિતી મુજબ આ વિશેષ ટ્રેનો 13 જુલાઈ સુધી ચલાવવામાં આવશે.

ઈસીઓઆરનાં ડીઆરએમ કાર્યાલયમાં આ સંદર્ભે રેલવે અધિકારીઓની એક બેઠક યોજાયી હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. રેલવે તંત્ર દ્વારા આ અંગે પુરી રેલવે સ્ટેશનેથી પ્રવાસીઓને આ જાણકારી આપવામાં આવશે. રથયાત્રા માટે સ્પેશિયલ એપ 'ઈસીઓઆર યાત્રા' પણ લોન્ચ કરવામાં આવી છે. આ એપ થકી સમગ્ર યાત્રા દરમિયાન ટ્રેનના સંચાલન અંગેની સંપૂર્ણ માહિતી પુરી પાડવામાં આવશે.

60 નવા ટિકિટ કાઉન્ટર શરૂ થશે

રેલવે અધિકારીઓની મળેલી બેઠકમાં પુરી યાત્રાને લઈને અન્ય નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. જેમાં પુરી રેલવે સ્ટેશન ખાતે 60 નવા ટિકિટ કાઉન્ટર શરૂ કરવામાં આવશે. સાથે ટિકિટ વેન્ડિંગ મશીન પણ લગાવવામાં આવશે. પુરી રેલવે સ્ટેશન ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ થવાની શક્યતાને લઈને પુરતો સુરક્ષા બંદોબસ્ત પણ ફાળવી દેવામાં આવ્યો છે. અધિકારીઓનાં જણાવ્યા મુજબ રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં રેલવે સુરક્ષા બળ (આરપીએફ), સ્નિફર ડૉગ, સરકારી રેલવે પોલીસ અને સેનાના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

X
East railway will be run 194 special trains  for Lord Jagannath's Rath Yatra puri
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી