ઓફર / ફેસ્ટિવલ સીઝનમાં વિસ્તારા એરલાઈન 1,199 રૂપિયામાં મુસાફરી કરવાની તક આપી રહી છે

During the festive season, Vyasara Airlines is offering Rs 1,199

  • વિસ્તારા એરલાઈને પોતાના ઘરેલુ નેટવર્ક પર 48 કલાકનો સેલ શરૂ કર્યો 
  • ઓફરમાં ઈકોનોમી, પ્રીમિયમ ઈકોનોમી અને બિઝનેસ ક્લાસની મુસાફરી ઉપલબ્ધ છે
  •  સેલ હેઠળ આ વર્ષે 10 ઓક્ટોબરથી લઈને વર્ષ 2020 28 માર્ચ સુધી મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકાય છે

Divyabhaskar.com

Oct 10, 2019, 05:03 PM IST

ટ્રાવેલ ડેસ્ક. વિસ્તારા એરલાઈને પોતાના ઘરેલુ નેટવર્ક પર 48 કલાકનો સેલ શરૂ કર્યો છે. એરલાઈનનો આ સેલ આજથી શરૂ થઈ ગયો છે, જે 11 ઓક્ટોબર રાતે 12 કલાકે પૂરો થઈ જશે. આ ઓફરમાં ઈકોનોમી, પ્રીમિયમ ઈકોનોમી અને બિઝનેસ ક્લાસની મુસાફરી ઉપલબ્ધ છે. વિસ્તારાના સેલ હેઠળ ઈકોનોમી ક્લાસ માટે ફ્લાઈટનું ભાડું 1,199 રૂપિયાથી, પ્રીમિયમ ઈકોનોમી માટે 2,699 રૂપિયાથી અને બિઝનેસ ક્લાસ માટે 6,999 રૂપિયાથી શરૂ થશે. આ સેલ હેઠળ આ વર્ષે 10 ઓક્ટોબરથી લઈને વર્ષ 2020 28 માર્ચ સુધી મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકાય છે.

ઓફર સાથે જોડાયેલી ખાસ વાત

28 માર્ચ સુધી બુકિંગ કરાવી શકો છો

વિસ્તારા એરલાઈનના જણાવ્યા પ્રમાણે, મુસાફરો આ ઓફર હેઠળ દિલ્હી-મુંબઈ, મુંબઈ-બેંગ્લુરુ, મુંબઈ-ગોવા, દિલ્હી-ચેન્નઈ અને દિલ્હી-બેંગ્લુરુ રૂટ પર મુસાફરી કરી શકશે.

સેલ હેઠળ બુકિંગ www.airvistara.com, વિસ્તારાના iOS અને એન્ડ્રોઈડ મોબાઈલ એપ્સ પર, વિસ્તારાની એરપોર્ટ ટિકિટ ઓફિસ (ATOs) પર, વિસ્તારાના કોલ સેન્ટર દ્વારા અને ઓનલાઈન ટ્રાવેલ એજન્સી (OTAs) દ્વારા શરૂ થઈ ગયું છે. સેલ હેઠળ ડિસ્કાઉન્ટ ભાડું નોન-રિફન્ડેબલ છે, જો કે ટેક્સ રિફન્ડેબલ છે.

કયા રૂટ પર કેટલું ભાડું

દિલ્હી-અમદાવાદ રૂટ પર 2,099 રૂપિયા, દિલ્હી-ચંડીગઢ રૂટ પર 1,499 રૂપિયા, દિલ્હી-જમ્મુ માટે 1,699 રૂપિયા, દિલ્હી-લેહ રૂટ પર 1,499 રૂપિયા ભાડું હશે. તો બીજી તરફ દિલ્હી-લખનઉ માટે 1,499, દિલ્હી-શ્રીનગર 1,549 રૂપિયા, મુંબઈ-બેંગલુરુ 1,799 રૂપિયા, મુંબઈ-ગોવા 1,999 રૂપિયા, મુંબઈ-હૈદરાબાદ માટે 1,599, દિબ્રુગઢ-બાગડોગરા 1,999 રૂપિયા અને હૈદરાબાદ-પુણે 1,949 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે. આ ભાડું ઈકોનોમી ક્લાસ માટે છે.

X
During the festive season, Vyasara Airlines is offering Rs 1,199
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી