ફટકો / ઓલા-ઉબરનો ગ્રોથ ઘટતાં મુસાફરોની સમસ્યાઓ વધી, ડ્રાયવર્સનું ઈન્સેન્ટિવ ઘટતાં કેબ ઓછી થઈ

Due to the decrease in Ola-Uber growth, the driver's inconvenience decreased.
X
Due to the decrease in Ola-Uber growth, the driver's inconvenience decreased.

  • પહેલાં કસ્ટમર્સને ટેક્સી બુક કર્યાના 2થી 4 મિનિટમાં રાઈડ મળી જતી હવે 12થી 15 મિનિટ થાય છે
  • ઓલાએ ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં બિઝનેસ માટે અનેક કંપનીઓ સાથે 400 કરોડની ડીલ કરી

Divyabhaskar.com

Jun 05, 2019, 01:35 PM IST

ઓટો ડેસ્ક. થોડા વર્ષો પહેલા 'ઉબેર' અને 'ઓલા'એ ટેક્સી સર્વિસ પ્રોવાઈડર તરીકે અલગ ઓળખ ઊભી કરી હતી. તેથી જ આ કંપનીઓનો વૃદ્ધિ દર પણ વધી રહ્યો છે. પરંતુ છેલ્લા 6 મહિનામાં ઓલા અને ઉબેરનો વિકાસદર ધીમો પડી ગયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, આ બંને કંપનીઓના ગ્રાહકો પહેલા કરતા વધુ સમસ્યાઓ અનુભવી રહ્યા છે.

મળતા અહેવાલો મુજબ છેલ્લા છ મહિનામાં ઓલા અને ઉરબની રોજિંદી રાઈડ્સમાં માત્ર 4 ટકાનો વધારો થયો છે. પહેલાં રોજ 35 લાખ રાઈડ્સ સામે હવે તે 36.5 લાખ પર છે. કસ્ટમર્સને બે વર્ષ પહેલાં કેબ સર્વિસ માટે માત્ર 2થી 4 મિનિટની રાહ જોવી પડતી હતી. હવે આ સમય 12થી 15 મિનિટનો થઈ ગયો છે. સાથોસાથ મોટાં શહેરોમાં નોન-પીક અપ અવર્સમાં ભાડું 15થી 20 ટકા વધી ગયું છે. આમ કસ્ટમર્સ અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે. 

સંખ્યામાં કેમ ઘટાડો થયો?

અહેવાલો અનુસાર, કેબ ડ્રાયવર્સનાં ઈન્સેન્ટિવમાં ઘટાડો થતાં કેબની સંખ્યા પણ ઘટી રહી છે. છેલ્લા એખ વર્ષમાં ડ્રાઈવરનાં ઈન્સેન્ટિવમાં લગભગ 40 ટકાનો ઘટાડો થયો છે. ગ્રોથ ઓછો થવા પાછળનું આ પણ એક કારણ છે. જેના પગલે કસ્ટમર્સને સમયસર કેબ ઉપલબ્ધ થતી નથી અને પરેશાની ભોગવવી પડે છે.

ઓલા અને ઉબરનાં બિઝનેશની સ્પીડ ધીમી પડવાનો વધુ એક સંકેત કમર્સિયલ વ્હીકલ્સના ઓછા રજીસ્ટ્રેશનથી પણ મળી રહ્યો છે. દા.ત. મહારાષ્ટ્રમાં 2017-18માં ઓલા અને ઉબર ઈન્ડિયામાં કામ કરવા માટે 66 હજાર 683 ટૂરિસ્ટ કેબ રજીસ્ટર્ડ થઈ હતી. જેની સંખ્યા વર્ષ 2018-19માં ઘટીને માત્ર 24 હજાર 386એ પહોંચી ગઈ હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકી કંપની ઉબર માટે ભારત ઝડપી ગ્રોથ આપનારા માર્કેટ પૈકીનો એક છે. પરંતુ દુનિયાભરમાં ખોટ વધતાં કંપની હાલ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જોકે, ઉબરે હાલમાં જ તેનો આઈપીઓ રજીસ્ટર્ડ કરાવ્યો છે. ઓલાની વાત કરવામાં આવે તો, ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં બિઝનેસ માટે ટાઈગર ગ્લોબલ, મેટ્રિક્સ પાર્ટનર્સ અને રતન તાતા સાથે 400 કરોડ ઉપરાંતની ડીલ કરી છે.  

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી