તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Travel
  • Dakshin Bharat Yatra ; IRCTC Tour Package ; Rameshwaram ; IRCTC Is Going To Visit South India, Will Get A Chance To Visit Many Places Including Kanyakumari And Rameswaram

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટૂર પેકેજ:મન હળવું કરવા ક્યાંક ફરવા જવું છે? તો IRCTC તમને કન્યાકુમારી અને રામેશ્વરમ સહિતના સ્થળોએ ફરવા લઈ જશે, જાણો ટૂર પેકેજની વિગતવાર માહિતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ટૂર પેકેજ માટે તમારે 12,285 રૂપિયાનો ખર્ચો કરવો પડશે
  • આ ટૂર ઉત્તરપ્રદેશના ગોરખપુરથી શરૂ થશે, ટૂર 12 રાત અને 13 દિવસનો રહેશે

કોરોનાકાળમાં કંટાળીને તમે દિવાળી બાદ જો ફેમિલી સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો અને પ્રકૃતિનો આનંદ લેવા માગો છો. તો IRCTC (રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન) તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ હેઠળ તમે દક્ષિણ ભારતના સ્થળોએ ફરવા જઈ શકશો. 'DAKSHIN BHARAT YATRA' નામના આ પેકેજની સફર ઉત્તર પ્રદેશના ગોરખપુરથી થશે. ટૂરની શરૂઆત 17 નવેમ્બરથી થશે. આ ટૂર 12 રાત અને 13 દિવસનો રહેશે.

આ સ્થળોએ ફરવા મળશે
આ સ્થળોમાં ત્રિવેન્દ્રમ, કન્યાકુમારી, રામેશ્વરમ, મદુરાઈ, તિરુપતિ, કોવલ, તિરુચ્ચિરાપ્પલ્લ અને મલ્લિકાર્જુન સામેલ છે. યાત્રા દરમિયાન કેરળના પદ્મનાભસ્વામી મંદિર, રામનાથસ્વામી મંદિર, મીનાક્ષી મંદિર અને મલ્લિકાર્જુન મંદિર સહિત અન્ય મંદિરોના દર્શન કરી શકાશે.

આ સુવિધાઓ મળશે
આ ટૂર પેકેજમાં યાત્રીકોને ટ્રેનના સ્લીપર ક્લાસમાં સફર કરવા મળશે. નોન AC રૂમમાં રોકાણ કરવા મળશે. સાઈટ સીન માટે બસ દ્વારા લઈ જવામાં આવશે. ટૂર પેકેજમાં બ્રેકફાસ્ટ, લન્ચ અને ડિનર સામેલ છે.

બોર્ડિંગ પોઈન્ટ
આ ટૂર પેકેજ માટે બસ્તી, ગોંડા, બારાબંકી, લખનઉ, કાનપુર, ઈટાવા, ભિંડ, ગ્વાલિયર અને ઝાંસીથી બોર્ડિંગ કરી શકાશે.

ટૂર માટેની રકમ
આ ટૂર પેકેજમાં બુકિંગ કરવાવા માગતા હો તો તમારે પ્રતિ વ્યક્તિ 12,285 રૂપિયા આપવા પડશે. જોકે તેમાં ગ્રૂપ બુકિંગ કરાવા પર કોઈ છૂટ નહિ મળે.

આ રીતે બુકિંગ કરાવી શકાશે
તમે રિઝર્વેશન કાઉન્ટરથી અથવા IRCTCની વેબસાઈટ પરથી ઓનલાઈન ટૂર પેકેજ બુકિંગ કરાવી શકો છો. આ ટૂર પેકેજ સંબંધિત અન્ય વિગતો જાણવા માટે અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો